Home> Entertainment
Advertisement
Prev
Next

Bhool Bhulaiyaa 3: 'ભૂલ ભુલૈયા 3' ફિલ્મે રિલીઝ પહેલા નવો રેકોર્ડ બનાવ્યો, ટિકિટની કિંમત જાણી આંખો ફાટી જશે

Bhool Bhulaiyaa 3: કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલભૂલૈયા 3 ને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. જેના કારણે આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ એક મોટો રેકોર્ડ બની ગયો છે. આ ફિલ્મની ટિકિટ ની પ્રાઈઝ રેકોર્ડ બ્રેકિંગ છે. ટિકિટ ની પ્રાઈઝ એટલી છે કે જેની તમે કલ્પના પણ ન કરી હોય.

Bhool Bhulaiyaa 3: 'ભૂલ ભુલૈયા 3' ફિલ્મે રિલીઝ પહેલા નવો રેકોર્ડ બનાવ્યો, ટિકિટની કિંમત જાણી આંખો ફાટી જશે

Bhool Bhulaiyaa 3: કાર્તિક આર્યનની હોરર કોમેડી ફિલ્મ ભૂલભૂલૈયા 3 દિવાળી પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને લઈને દર્શકો વચ્ચે ભાર એક રેશ જોવા મળી રહ્યો છે. અનીસ બઝમીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં કાર્તિક આર્યન ઉપરાંત વિદ્યા બાલન માધુરી દીક્ષિત ત્રિપ્તી ડીમરી સહિતના કલાકારો જોવા મળશે. ફિલ્મના એડવાન્સ બુકિંગને લઈને જે ચોકાવનારી ખબર સામે આવી છે તેને જોઈને લાગે છે કે લોકોમાં આ ફિલ્મનો ક્રેઝ સૌથી વધારે છે. 

fallbacks

આ પણ વાંચો: 7 ખૂન માફ ફિલ્મના કિસીંગ સીનનું ભૂત ફરી ધુણ્યું, અનુ કપુરે હવે કહી દીધી આ મોટી વાત..

ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તેના નામે એક રેકોર્ડ બની ગયો છે. ફિલ્મ એક નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મની એડવાન્સ બુકિંગ થવા લાગી છે. જેમાં ફિલ્મની ટિકિટો અત્યાર સુધીની સૌથી હાઈએસ્ટ પ્રાઈઝ પર વહેંચાઈ રહી છે. કાર્તિક આર્યનના કરિયરની સૌથી મોંઘી ટિકિટો આ ફિલ્મની છે. મોટાભાગે કોઈ ફિલ્મની ટિકિટ ની કિંમત 100 રૂપિયા, 200 રૂપિયા કે 300 થી શરૂ થતી હોય છે. પરંતુ આ ફિલ્મની ટિકિટ 2000 રૂપિયા થી શરૂ થઈ રહી છે. 

આ પણ વાંચો:Pushpa 2: બોક્સ ઓફિસ પર ધમાલ! રિલીઝ પહેલા આ ફિલ્મે કરી 1085 કરોડ રૂપિયાની કમાણી

બુક માય શો માં કાર્તિક આર્યનની ફિલ્મની સૌથી મોંઘી ટિકિટ 2700 રૂપિયામાં મુંબઈમાં વેચાઈ રહી છે. જોકે ફક્ત મુંબઈમાં જ નહીં પરંતુ દિલ્હી એનસીઆરમાં આ ફિલ્મની ટિકિટ 2400 રૂપિયા છે. મહત્વનું છે કે આ કિંમતોમાં કન્વીનિયન્સ સી અને ટેક્સ નો સમાવેશ નથી થતો. આ વાત પરથી અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મને લઈને દર્શકો કેટલા એક્સાઇટેડ છે. 

આ પણ વાંચો:સગીર છોકરી સાથે એકતા કપૂરે એવું તો શું કર્યું કે POCSO એક્ટમાં ફસાઈ, માતાને પણ...

ભૂલભૂલૈયા ફ્રેંચાઈઝીની આ ત્રીજી ફિલ્મ છે. 1 નવેમ્બરે ભુલભુલૈયા3 સિનેમા ઘરોમાં રિલીઝ થશે. આજ સિરીઝની પહેલી ફિલ્મ વર્ષ 2007માં આવી હતી. જેનું નિર્દેશન પ્રિયદર્શને કર્યું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં હતા. ત્યાર પછી વર્ષ 2022 માં ભૂલ ભૂલૈયા 2 આવી હતી. અને હવે ભૂલભૂલૈયા 3 રિલીઝ થવા જઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More