Home> Entertainment
Advertisement
Prev
Next

Durgamati Trailer: Bhumi Pednekarનું રૂપ જોઇ ફેન્સ રહી ગયા દંગ, આંખો થઇ ગઇ ચાર

બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકર (Bhumi Pednekar)ની નવી ફિલ્મ 'દુર્ગામતી' (Durgamati)નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. ટ્રેલર ભૂમિ પેડનેકર સાથે અરશદ વારસી (Arshad Warsi)પણ જોવા મળી રહ્યા છે.

Durgamati Trailer: Bhumi Pednekarનું રૂપ જોઇ ફેન્સ રહી ગયા દંગ, આંખો થઇ ગઇ ચાર

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકર (Bhumi Pednekar)ની નવી ફિલ્મ 'દુર્ગામતી' (Durgamati)નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. ટ્રેલર ભૂમિ પેડનેકર સાથે અરશદ વારસી (Arshad Warsi)પણ જોવા મળી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ ડરામણું છું. ભૂમિ પેડનેકરનું બિલકુલ અલગ રૂપ જોવા મળી રહ્યું છે. ભૂમિ ફિલ્મમાં ચંચલ ચૌહાણ નામની છોકરીનું પાત્ર ભજવી રહી છે. 

fallbacks

Deepika Padukone એ કર્યો ઇશારો, SRK સાથે શરૂ કર્યું આ ફિલ્મનું શૂટિંગ?

ફિલ્મમાં ભૂમિ પેડનેકર (Bhumi Pednekar)એક અપરાધીનો રોલ ભજવી રહી છે, જેને પોલીસ પૂછપરછ કરવા માટે દુર્ગામતી (Durgamati)હવેલી લઇને જાય છે. ફિલ્મમાં મંદિરમાંથી મૂર્તિ ચોરી થવાની કહાની બતાવવામાં આવી છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે 6 મહિનામાં 12 મૂર્તિઓ ચોરી થાય છે, જેના પોલીસ તપાસ કરી રહી છે. આ મુદ્દે પોલીસ ભૂમિ સાથે પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન તે અચાનક સામાન્ય મહિલાના પાત્રથી અલગ જોવા મળે છે. તે રાણી દુર્ગામતીના રૂપમાં ખૂબ એગ્રેસિવ જોવા મળે છે. 

માહિ ગિલ પણ ફિલ્મમાં જોવા મળશે
ટ્રેલરમાં તમે જોઇ શકો છો કે માહિ ગિલ (Mahie Gill)એક પોલીસ અધિકારી છે. તે આ કેસની તપાસ કરી રહી છે. ફિલ્મના ટ્રેલરને ભૂમિ પેડનેકર (Bhumi Pednekar)એ પોતાના સોશિયલ એકાઉન્ટ પર શેર કરી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bhumi 🌻 (@bhumipednekar)

ભૂમિ પેડનેકરની આકરી મહેનત
દુર્ગામતી (Durgamati)ટ્રેલરને શેર કરતાં ભૂમિ પેડનેકર (Bhumi Pednekar)એ લખ્યું 'હું તેને તમારી સાથે શેર કરવા માટે લાંબા સમયથી રાહ જોઇ રહી હતી. આ પરસેવાની મહેનત છે. આ મારા માટે સૌથી ચેલેંજિંગ પાત્રોમાંથી એક છે. ધન્યવાદ અક્ષય કુમાર, ભૂષણ કુમાર, ડાયરેક્ટર અશોક, વિક્રમ મારામાં વિશ્વાસ દાખવવા બદલ. તમને બધાને પ્રેમ અને પ્રેમ અને આભાર. આ સાથે જ તેમણે પોતાની આ ફિલ્મના કો-સ્ટાર અરશદ વારસી, માહી ગિલ, કરન કાપડીયા અને જિસુ યૂ સેનગુપ્તાનો આભાર વ્યક્ત કર્યો. આ ફિલ્મને લઇને ભૂમિ પેડનેકર (Bhumi Pednekar)એક્સાઇટેડ છે. 

સાઉથની ફિલ્મની રીમેક છે 'દુર્ગામતી'
ભૂમિ પેડનેકર (Bhumi Pednekar)ની આ ફિલ્મનું મોશન પોસ્ટ મંગળવારે રિલીઝ થયું હતું તો બીજી તરફ ફિલ્મનું સ્ટિલ પોસ્ટર સોમવારે રિલીઝ થયું હતું. આ ફિલ્મ તમિલ-તેલૂગૂની માફક હોરર-થ્રિલર 'ભાગમતી'ની રીમેક છે, જેમાં એક્ટ્રેસ અનુષ્કા શેટીએ મુખ્ય રોલ ભજવ્યો હતો. 

બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More