Home> Entertainment
Advertisement
Prev
Next

Bhumi Pednekar એ રણવીર સિંહને ગણાવ્યા 'સેક્સ ઉપચાર ડોક્ટર', કહી આ મજેદાર વાત

અભિનેત્રી ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) આજકાલ પોતાના એક નિવેદનને લઇને ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં જ અભિનેત્રીને નેહા ધૂપિયાના શો 'નો ફિલ્ટર નેહા'માં જોવા મળી હતી.

Bhumi Pednekar એ રણવીર સિંહને ગણાવ્યા 'સેક્સ ઉપચાર ડોક્ટર', કહી આ મજેદાર વાત

નવી દિલ્હી: અભિનેત્રી ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) આજકાલ પોતાના એક નિવેદનને લઇને ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં જ અભિનેત્રીને નેહા ધૂપિયાના શો 'નો ફિલ્ટર નેહા'માં જોવા મળી હતી. નેહા ધૂપિયાએ ભૂમિ સાથે કેટલાક મજેદાર પ્રશ્નો પૂછ્યા. હાલ ભૂમિ પોતાની તાજેતરમાં રિલીઝ ફિલ્મ 'ડોલી કિટી અને અને ચમકતા કલાકાર (Dolly Kitty Aur Woh Chamakte Sitare)ને લઇને ખૂબ વાહવાહી મેળવી રહી છે. 

fallbacks

ભૂમિ પેડનેકરની રસપ્રદ વાતો
બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરને લાગે છે કે રણવીર સિંહ એક્ટર ન બનતા તો તે એક સારા સેક્સોલોજિસ્ટ સાબિત થઇ શકતા. શો દરમિયાન રણવીર વિશે વાત કરતાં ભૂમિએ કહ્યું 'રણવીર એક સારા સેક્સ ઉપચાર ડોક્ટર બની શકે છે. જ્યારે નેહા ધૂપિયાએ ભૂમિને પૂછ્યુ6 કે ક્રિકેટ કોમેન્ટેટર કોણ હશે, તો તેમણે આયુષ્માન ખુરાનાનું નામ લીધું. ભૂમિના અનુસાર અર્જુન કપૂર એક સારા સ્ટેન્ડઅપ કોમેડિયન હશે. 

ભૂમિએ શેર કરી જૂના દિવસોની યાદો
એટલું જ નહી ભૂમિએ પોતાના જૂના દિવસોની યાદો તાજા કરી. ખૂબ ઓછા લોકો આ વાતને જાણે છે કે એક્ટિંગમાં હાથ અજમાવતાં પહેલાં ભૂમિ એક આસિસ્ટન્ટ કાસ્ટિંગ ડાયરેક્ટર હતા. તેમણે તે સમયે યાદ કર્યું જ્યારે રણવીર સિંહે પોતાની પહેલી ફિલ્મ 'બેન્ડ બાજા બારાત' માટે ઓડિશન આપ્યું હતું. ભૂમિએ રણવીર સિંહને શાનદાર એક્ટર ગણાવતાં તેમની એનર્જીની પ્રશંસા કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More