Home> Entertainment
Advertisement
Prev
Next

Akshay Kumar એ ફરી બદલ્યું ફિલ્મનું નામ, પૂછ્યું- શું તમે તૈયાર છો?

એક્ટ્રેસ ભૂમિ પેડનેકર Bhumi Pednekar)ની આગામી ફિલ્મ 'દુર્ગામતી-ધ મિથ' (Durgamati- The Myth)ઓટીટી પ્લેટફોર્મ 'અમેઝોન પ્રાઇમ' પર 11 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.

Akshay Kumar એ ફરી બદલ્યું ફિલ્મનું નામ, પૂછ્યું- શું તમે તૈયાર છો?

નવી દિલ્હી: એક્ટ્રેસ ભૂમિ પેડનેકર Bhumi Pednekar)ની આગામી ફિલ્મ 'દુર્ગામતી-ધ મિથ' (Durgamati- The Myth)ઓટીટી પ્લેટફોર્મ 'અમેઝોન પ્રાઇમ' પર 11 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. આ જાણકારી આ ફિલ્મના નિર્માતા અક્ષય કુમાર (Akshay Kumar)એ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફિલ્મના નામમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. અક્ષયે ટ્વીટ કર્યું છે- શું તમે તૈયાર છો? પ્રાઇમ વીડિયો પર 11 ડિસેમ્બરના રોજ મળીએ દુર્ગામતીને. 

fallbacks

સાઉથની ફિલ્મની છે રિમેક
એક્ટ્રેસ ભૂમિ પેડનેકર (Bhumi Pednekar)એ ફિલ્મમાં મુખ્ય રોલ ભજવ્યો છે. ફિલ્મમાં તેમના ઉપરાંત અરશદ વારસી, જિશુ સેનગુપ્તા, માહિ ગીલ, કરણ કાપડિયા પણ મહત્વપૂર્ણ રોલ ભજવ્યો છે. આ ફિલ્મ તમિલ-તેલુગૂની સારી હોરર-થ્રિલર ફિલ્મ 'ભાગમતી'ની રીમેક છે, જેમાં એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટીએ મુખ્ય રોલ ભજવ્યો હતો. 

પહેલાં પણ બદલ્યું હતું નામ
અક્ષય કુમારે વિવાદના લીધે 'લક્ષ્મી'નું શીર્ષક બદલ્યું હતું. આ ફિલ્મ તમિલની હિટ ફિલ્મ 'કંચના'નું રીમેક છે. આ પહેલાં આ ફિલ્મનું નામ 'લક્ષ્મી બોમ્બ' હતું, જેનો સોશિયલ મીડિયામાં ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો. કેટલાક સંગઠનોએ પણ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે મેકર્સએ ફિલ્મના રિલીઝ પહેલાં ફિલ્મનું નામ બદલ્યું હતું. એટલા માટે તેમણે સાવધાની વર્તતા પોતાની આગામી ફિલ્મના નામમાં પણ ફેરફાર કર્યો છે. 

વિવાદથી બચવાનો થઇ શકે છે પ્રયત્ન
પહેલાં ફિલ્મનું ટાઇટલ 'દુર્ગામતી' હતું. જેને હવે 'દુર્ગામતી-ધ મિથ કરી દીધું છે. નામની સાથે મિથ એટલા માટે ઉમેરવામાં આવ્યું છે, જેથી ફિલ્મને લઇને કોઇ ખોટી મુશ્કેલીઓ પેદા ન થાય. ફિલ્મ મેકર્સે તેનું કોઇ સ્પષ્ટ કારણ જણાવ્યું નથી, પરંતુ એવું માનવામાં આવી રહ્યું ચેહ કે કોઇ વિવાદથી બચવા માટે મેકર્સએ આમ કર્યું છે. 

બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More