નવી દિલ્હી: ટેલિવિઝનના વિવાદિત શો બિગ બોસ 14ના ઘરમાં રોજેરોજ કઈંક નવી બબાલ થતી રહે છે. હાલમાં જ એક એપિસોડમાં સલમાન ખાન (Salman Khan) નિક્કી તંબોલી પર ખુબ ગુસ્સો ભરાયો હતો. વાત જાણે એમ હતી કે નિક્કીએ એક ટાસ્ક દરમિયાન માસ્કને પોતાના પેન્ટની અંદર નાખી દીધુ હતું. ઘરના બાકીના સભ્યોની સાથે સાથે સલમાન ખાન પણ નિક્કીની આ હરકતથી ખુબ નારાજ થયો હતો. ત્યારબાદથી નિક્કી તંબોલી (Nikki Tamboli) સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઈ રહી છે.
શોમાં બની રહેવા માટે સ્પર્ધકો જાત જાતની વિચિત્ર હરકતો કરે છે. અનેકવાર તેમના આ કારનામા વિવાદનું કારણ બને છે. કઈંક એવી હરકત કરીને નિક્કી પણ ચર્ચામાં છે.
સમુદ્ર કિનારે હોટ અને પારદર્શક ડ્રેસમાં જોવા મળી Nora Fatehi, વાયરલ થયો VIDEO
નિક્કી થઈ ટ્રોલિંગનો શિકાર
વાત જાણે એમ છે કે નિક્કીએ નોમિનેશનથી બચવા માટે માસ્કને પોતાના પેન્ટમાં છૂપાવી લીધુ હતું. ત્યારે તેની આ હરકતના કારણે શોના હોસ્ટ સલમાન ખાન સહિત તમામ સ્પર્ધકોએ તેને ખુબ ખરીખોટી સંભળાવી હતી. દર્શકોએ પણ નિક્કીની આ હરકત પર તેને ખુબ ટ્રોલ કરી.
OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવ્યા બાદ હવે પ્રતિક ગાંધી કરશે બોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી
રડી પડ્યો હતો રાહુલ
બિગબોસ શોમાં વિકેન્ડના વારમાં ઈમ્યુનિટી ટાસ્ક દરમિયાન નિક્કી તંબોલીનો સામનો રાહુલ વૈદ્ય સામે થયો હતો. આ ટાસ્કમાં બંને સ્પર્ધકોને એક સ્પેસશિપમાં સાથે જવાનું હોય છે અને ત્યાં રાખવામાં આવેલું ઓક્સિજન માસ્ક પહેલા ઉઠાવવાનું હોય છે. નિક્કીએ ટાસ્ક શરૂ થતા પહેલા જ માસ્ક ઉઠાવી લીધુ હતું. જ્યારે રાહુલે તેના પર આપત્તિ જતાવી તો તેણે માસ્ક પોતાના પેન્ટમાં નાખી દીધુ હતું. નિક્કીએ આવું કર્યું તો રાહુલ રડી પડ્યો હતો. ટાસ્ક ખતમ થયા બાદ રાહુલ નોમિનેટ થઈને ગ્રીનમાંથી રેડ ઝોન પર આવી ગયો હતો.
દિવાળીએ ભાણીને યાદ આવ્યા મામા સુશાંતસિંહ, લખી રડાવી દે તેવી ભાવુક પોસ્ટ
સલમાન ખાને લગાવી ફટકાર
નિક્કી તંબોલીની આ હરકત પર સલમાન ખાને તેને ખુબ ફટકાર લગાવી. સલમાને નિક્કીને કહ્યું કે જ્યારે બોલવામાં તકલીફ થાય છે, તો કરવામાં નહતી થઈ, તે માસ્ક હતું અંડરવેર નહીં જે તમે પેન્ટમાં નાખી દીધુ હતું.
આ સાથે જ સલમાન ખાને રાહુલ વૈદ્યના ધૈર્યના પણ ખુબ વખાણ કર્યા હતાં. સલમાન ખાને કહ્યું કે એ તો રાહુલ છે જેણે કશું કર્યું નહીં. જો કોઈ બીજુ હોત તો જરૂર કઈંક કરત.
મનોરંજન જગતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે