Home> Entertainment
Advertisement
Prev
Next

Big Breaking: અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે સમગ્ર મામલો

પોલીસનું કહેવું છે કે ગોળી વાગ્યા બાદ તરત તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ગોવિંદાની બંદૂકને પોતાના કબજામાં લઈ લીધી. હવે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. 

Big Breaking: અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે સમગ્ર મામલો

બોલીવુડ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા ગોવિંદા વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ સમાચારે ગોવિંદાના ફેન્સની ચિંતા વધારી દીધી છે. અભિનેતાને પગમાં ગોળી વાગી છે. આ ઘટના આજે સવારે ઘટી જેમાં તેઓ ઘાયલ થયા છે. ગોળી વાગતા હડકંપ મચી ગયો અને તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા. 

fallbacks

મળતી માહિતી મુજબ આ ગોળી તેમની જ લાઈસન્સવાળી રિવોલ્વરથી છૂટી અને તેમને વાગી ગઈ. આ ઘટના સવારે પોણા પાંચ વાગ્યાની આસપાસ ઘટી. ગોવિંદા સવારે ક્યાંક જવા માટે નીકળ્યા હતા ત્યારે અચાનક તેમની  બંદૂકથી ભૂલથી ગોળી છૂટી ગઈ. ત્યારબાદ તેમને CRITI કેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 

પોલીસનું કહેવું છે કે ગોળી વાગ્યા બાદ તરત તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ગોવિંદાની બંદૂકને પોતાના કબજામાં લઈ લીધી. હવે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. 

ગોવિંદાના મેનેજરે આપ્યું અપડેટ
અભિનેતાના મેનેજરે એએનઆઈને આપેલા નિવેદનમાં કહ્યું કે અભિનેતા અને શિવસેના નેતા ગોવિંદા કોલકાતા જઈ રહ્યા હતા. કોલકાતા જતા પહેલા ગોવિંદા પોતાની રિવોલ્વર સાફ કરતા હતા અને અચાનક તેમના હાથથી ગન છૂટી અને ગોળી વાગી ગઈ. ગોળી સીધી ગોવિંદાના પગમાં વાગી. લેટેસ્ટ માહિતી મુજબ ડોક્ટરે અભિનેતાના પગમાંથી ગોળી કાઢી લીધી છે અને હાલત હાલ ઠીક હોવાનું કહેવાય છે. જો કે ગોવિંદા હજુ હોસ્પિટલમાં જ છે. 

મીડિયા રિપોર્ટ મુજબ ગોવિંદાના પત્ની હાલ  કોલકાતા ગયા છે અને તેઓ પણ કોલકાતા જઈ રહ્યા હતા. ગોવિંદા રિવોલ્વર અલમારીમાં રાખે છે. રિવોલ્વર અનલોક હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More