Home> Entertainment
Advertisement
Prev
Next

Salman Khan threat Letter: સલમાન ખાનને આ ગેંગે લખ્યો હતો ધમકીભર્યો પત્ર, પૂછપરછમાં થયો મોટો ખુલાસો

બોલીવુડ અભિનેતા સલમાન ખાનને ધમકી ભરેલા પત્રને લઇને ગત થોડા દિવસોથી ઘણા નામ સામે આવ્યા. પરંતુ હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. સલમાન ખાનને ધમકી આપનાર ગેંગસ્ટરનું નામ સામે આવ્યું છે. સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે સલમાન ખાનને ધમકીભર્યો પત્ર મોકલનાર વ્યક્તિ લોરેન્સ બિશ્નોઇ જ છે. 

Salman Khan threat Letter: સલમાન ખાનને આ ગેંગે લખ્યો હતો ધમકીભર્યો પત્ર, પૂછપરછમાં થયો મોટો ખુલાસો

Salman Khan threat Letter: બોલીવુડ અભિનેતા સલમાન ખાનને ધમકી ભરેલા પત્રને લઇને ગત થોડા દિવસોથી ઘણા નામ સામે આવ્યા. પરંતુ હવે આ મામલે મોટો ખુલાસો થયો છે. સલમાન ખાનને ધમકી આપનાર ગેંગસ્ટરનું નામ સામે આવ્યું છે. સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે સલમાન ખાનને ધમકીભર્યો પત્ર મોકલનાર વ્યક્તિ લોરેન્સ બિશ્નોઇ જ છે. 

fallbacks

સલમાન ખાનને ધમકી ભરેલો પત્ર મોકલનાર વ્યક્તિની ઓળખ પોલીસે કરી લીધી છે. આ લેટર કોઇ બીજાએ નહી પરંતુ લોરેન્સ બિશ્નોઇના ખાસ વિક્રમ બરાડે સલમાન ખાનના પિતા સુધી પહોંચાડ્યો હતો. 

આ મામલે ત્રણ આરોપી જાલોરથી મુંબઇ પહોંચ્યા હતા. આ ત્રણ કલ્યાણ પહોંચી સૌરભ મહાકાલ ઉર્ફ સિધેશ હિરામલને મળ્યા હતા. પરંતુ સલમાન માટે ધમકીભર્યો પત્ર મહાકાલે રાખવાની ના પાડી હતી. ત્યારબાદ આ કામને અલગ રીતે કરવાનો અંજામ આપ્યો હતો. આ બધી વાતો પૂછપરછ દરમિયાન સામે આવી છે. 

કોણ છે વિક્રમ બરાડ
વિક્રમ બરાડના ઉપર બે ડઝનથી વધુ કેસ નોંધાયા છે અને તે રાજસ્થાનના હનુમાનગઢનો રહેવાસી છે. પરંતુ હાલ તો દેશથી બહાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિક્રમ બરાડ પોતે રાજસ્થાનનો એક ગેંગસ્ટર છે, તેનો સંબંધ એન્કાઉન્ટરમાં મોતને ભેટેલા કુખ્યાત ગેંગસ્ટર આનંદપાલના ભાઇ અનમોલથી હોવાનું કહેવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More