Home> Entertainment
Advertisement
Prev
Next

સિદ્ધાર્થ શુક્લાના નિધન પછી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, પ્રશંસકોએ કહ્યું કે- 'અસલી શેર હૈ આપ'

સિદ્ધાર્થ શુક્લા  (Sidharth Shukla) નો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) જણાવતા નજરે પડે છે.

સિદ્ધાર્થ શુક્લાના નિધન પછી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ, પ્રશંસકોએ કહ્યું કે- 'અસલી શેર હૈ આપ'

નવી દિલ્હી: ટીવી અભિનેતા અને રિયાલિટી શો બિગ બોસ (Bigg Boss 13) ફેમ સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)નું આ વર્ષે સમ્ટેમ્બરમાં નિધન થઈ ગયું હતું. તે ભલે આ દુનિયામાં નથી, પરંતુ આજે પણ તેમના ફેન્સના દિલોમાં તેઓ રાજ કરે છે. 19 સપ્ટેમ્બરે ઈન્ટરનેશનલ મેન્સ ડે (International Men's Day) હતો અને આ અવસરે સિદ્ધાર્થ શુક્લા  (Sidharth Shukla) નો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) જણાવતા નજરે પડે છે કે તેમના પરિવારમાં ક્યારેય છોકરા અને છોકરીઓ વચ્ચે ક્યારેય ભેદભાવ કરવામાં આવ્યો નથી.

fallbacks

વાઈરલ થઈ રહ્યો છે વીડિયો
જોકે,  આ વીડિયો રિયાલિટી શો 'બિગ બોસ 13' (Bigg Boss 13)નો છે. વીડિયોમાં સિદ્ધાર્થ શુક્લા  (Sidharth Shukla), સલમાન ખાન (Salman Khan) ને કહે છે કે, હું છોકરો છું અને તે છોકરી છે. છોકરા સ્ટ્રોંગ હોય છે અને છોકરીઓ કમજોર હોય છે, એટલા માટે તેમણે પ્રોટેક્ટ કરીને રાખવા જોઈએ.  સોરી સર, મારા ઘરમાં મને એવું શીખવાડવામાં આવ્યું નથી. મારી બહેનો મારી સાથે લડે છે અને હું તેમના સાથે લડું છું. મને માર્યો છે, મારી મારા-મારી થઈ છે.

ભૂલ કરીશ તો સોરી બોલીશ
સિદ્ધાર્થ વધુમાં જણાવે છે કે, 'જિંદગીમાં મારા પરિવારના સભ્યોએ ક્યારેય એવું નથી કહ્યું કે તે છોકરી છે અને તું છોકરો છે, આવું ના કર અથવા તો મારી માતાએ મારી બહેનને કહ્યું હોય કે તું છોકરી છે, છોકરા સાથે ઝઘડો ના કર. હું છોકરાને પણ સન્માન આપું છું અને છોકરીને પણ. આ દરમિયાન સલમાન ખાને પૂછ્યું, 'જો તમે તમારી જાતને ખોટું કરો છો? તેના પર સિદ્ધાર્થ કહે છે, 'જો હું આવું કરીશ તો હું સાંભળીશ અને જો કોઈ મને સમજાવશે તો હું તેને સોરી પણ કહીશ'.

ચાહકો સિદ્ધાર્થના વખાણ કરી રહ્યા છે
સિદ્ધાર્થ (Sidharth Shukla)ના ચાહકો તેનો આ વીડિયો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. વીડિયો શેર કરતી વખતે એક યુઝરે કેપ્શનમાં લખ્યું, 'આ મારો ફેવરિટ ડાયલોગ છે. તેણે બધું સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. લવ યુ સિદ્ધાર્થ શુક્લા. તમારા જેવું કોઈ નથી અને ક્યારેય નહીં હોય. અન્ય એક યુઝરે લખ્યું, 'તારા જેવું કોઈ નથી. તમે સાચા સિંહ છો. આ વાતો સાંભળતા જ હંસી આવી જાય છે. આ રીતે ફેન્સ સિદ્ધાર્થ (Sidharth Shukla)ના વખાણ કરી રહ્યા છે.

સિદ્ધાર્થ અને શહનાઝની જોડી ચર્ચામાં રહી
તમને જણાવી દઈએ કે શો 'બિગ બોસ 13'માં સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) અને શહેનાઝ ગિલ (Shehnaaz Gill)ની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. શહનાઝે ઘણી વખત બધાની સામે સિદ્ધાર્થ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. જોકે, સિદ્ધાર્થે હંમેશા તેને પોતાનો સારો મિત્ર ગણાવ્યો છે. શોમાંથી બહાર આવ્યા બાદ પણ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. આ સિવાય બંનેએ ઘણા વીડિયો સોંગ્સમાં પણ સાથે કામ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More