Home> Entertainment
Advertisement
Prev
Next

Kangana Ranaut નું ટ્વિટર બંધ થતાં ખુશ થઈ રાખી સાવંત, કહી આ વાત

રાખી સાવંતે કહ્યું, દેશ સાથે ગદ્દારી ન કરવી જોઈએ અને દેશની વિરુદ્ધ ન જવું જોઈએ. મને લાગે છે કે આ ન કરવું જોઈએ. જે પણ ટ્વિટરવાળાને લાગ્યું, તેણે યોગ્ય કર્યું.

Kangana Ranaut નું ટ્વિટર બંધ થતાં ખુશ થઈ રાખી સાવંત, કહી આ વાત

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત  (Kangana Ranaut) અને રાખી સાવંત (Rakhi Sawant) બન્ને ઈન્ડસ્ટ્રીમાં પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે. એક તરફ રાખી સાવંત (Rakhi Sawant) ને લોકો ડ્રામા ક્વીન કહીને બોલાવે છે તો કંગના કોન્ટ્રોવર્સી ક્વીનના નામથી જાણીતી છે. બે દિવસ પહેલા વિવાદીત ટ્વીટને કારણે ટ્વિટરે તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે. હવે બિગ બોસ ફેમ ડાન્સર-એક્ટ્રેસ રાખી સાવંતે તે વિશે પ્રતિક્રિયા આપી છે. 

fallbacks

રાખીનું કંગના પર નિવેદન
એક પાપારાજીની સાથે વાતચીતમાં રાખી સાવંતે કહ્યું, સારૂ થયું. આવું આવુ બોલી, દેશને લડાવવાની જરૂર નથી. ભાઈ-ભાઈને લડાવવા ન જોઈએ. એક એક સિટી-સિટીને લડાવવા ન જોઈએ. આવી કોમેન્ટ... આપણે દેશના નાગરિક છીએ અને આવી કોમેન્ટ ન કરવી જોઈએ, જે દેશના બાળકો વિરુદ્ધ હોય, દેશના લોકોની વિરુદ્ધ હોય. 

દેશ સાથે ગદ્દારી કરવા સારી નથી
રાખી સાવંતે કહ્યું, દેશ સાથે ગદ્દારી ન કરવી જોઈએ અને દેશની વિરુદ્ધ ન જવું જોઈએ. મને લાગે છે કે આ ન કરવું જોઈએ. જે પણ ટ્વિટરવાળાને લાગ્યું, તેણે યોગ્ય કર્યું. મહત્વનું છે કે રાખી સાવંત આ પહેલા પણ કંગના રનૌત વિરુદ્ધ પોતાની વાત કહી ચુકી છે. પાછલા દિવસોમાં તેણે કંગના પર કટાક્ષ કર્યો હતો કે, જ્યારે તેની પાસે દેશની સ્થિતિ પર કંગનાના નિવેદનને લઈને પ્રતિક્રિયા માંગવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ Swara Bhaskar નું ટ્વીટ, દેશને નવા પ્રધાનમંત્રીની જરૂર છે, લોકોએ કરી દીધી ટ્રોલ  

બિગ બોસમાં રાખીનો ધમાલ
બિગ બોસ સીઝન 14 (Bigg Boss 14) નો ભાગ રહેલી રાખી સાવંતે આ રિયાલિટી ટીવી શોમાં બીજીવાર ભાગ લીધો હતો. રાખીને શોમાં તે સમયે લાવવામાં આવી જ્યારે બિગ બોસની ટીઆરપી સતત નીચે જઈ રહી હતી. રાખી સાવંતના બિગ બોસમાં આવ્યા બાદ શોની ટીઆરપીમાં વધારો થયો હતો. રાખી સાવંત આ શોના ફાઇનલ એપિશોડ સુધીની સફર કરવામાં સફળ રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More