નવી દિલ્હી: વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 14 (Bigg Boss 14)ના આગામી વીડિયોમાં અભિનેતા તેમ શોના હોસ્ટ સલમાન ખાન (Salman Khan) નેપોટિઝ્મનો મુદ્દો ઉઠવાશે. સિઝનના પ્રતિભાગી રાહુલ વૈદ્ય દ્વારા તાજેતરમાં એક એપિસોડમાં જાન કુમાર સાનૂ (Jaan Kumar Sanu)ને નેપોટિઝ્મના આધાર પર નોમિનેટ કર્યા બાદ આ મુદ્દો ગરમાયો હતો અને હવે સલમાન ખાન આ મુદ્દે પોતાની વાત સામે રાખવા જઈ રહ્યાં છે.
આ પણ વાંચો:- આ Actressesએ ક્યારેક ફિલ્મોમાં બની હતી 'ઇચ્છાધારી નાગિન', આ છે બોલીવુડની નવી નાગિન
જાનને નોમિનેટ કરવા પર રાહુલે આ તર્ક આપ્યું હતું કે, તેણે સોમાં આવવાની તક એટલા માટે મળી છે કેમ કે, તે જાણીતા પ્લેબેક ગાયક કુમાર સાનૂ (Kumar Sanu)ના પુત્ર છે.
આ મામલે સ્પષ્ટતા આપતા જાને કહ્યું હતું કે, તે જ્યારે નાનો હતો ત્યારે તેના માતા પિતા જુદા થઈ ગયા હતા. તેમની માતાએ તેનો ઉછેર કર્યો છે, એવામાં નેપોટિઝ્મનો કોઈ સવાલ જ ઉઠતો નથી.
Promo / Precap #WeekendKaVaarWithSalman #WeekendKaVaar pic.twitter.com/YwfQ7yjHoa
— SuzyCrxn (@suzybb14) October 30, 2020
શોના 'વીકેન્ડ ના વાર' એપિસોડમાં સલમાન આ મુદ્દા પર ચર્ચા કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે