નવી દિલ્હી: જો અમે તમને જણાવી દઈએ કે બિહારના મુઝફ્ફરપુરમાં બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી (Emraan Hashmi) અને સન્ની લિયોન (Sunny Leone)નો પુત્ર અભ્યાસ કરે છે! તો આ સમાચાર સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે! હવે તમે વિચારશો જ કે આ બંનેએ આખરે ક્યારે લગ્ન કર્યાં? જો લગ્ન થયા નથી, તો પુત્ર ક્યાંથી આવ્યો? તો હવે વિચારો કે જ્યારે આ સમાચાર સન્ની લિયોન (Sunny Leone) સુધી પહોંચે, તો તેની સ્થિતી શું હશે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના આ અચાનક સામે આવેલા પુત્ર વિશે એક પોસ્ટ લખી છે.
આ પણ વાંચો:- લગ્નના માત્ર દસ જ દિવસમાં પત્નીથી કંટાળી ગયા આદિત્ય નારાયણ?
હકીકતમાં, તાજેતરમાં બિહારના મુઝફ્ફરપુરમાં બીઆરએ બિહાર યુનિવર્સિટીના એક વિદ્યાર્થીના કોલેજના ફોર્મનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વિદ્યાર્થીએ તેની માતા તરીકે સન્ની લિયોન (Sunny Leone)નું નામ નોંધાવ્યું છે, જ્યારે ઇમરાન હાશ્મી (Emran Hashmi)ને તેના પિતા બતાવવામાં આવ્યો છે. છેલ્લા ચાર દિવસથી આ કોલેજના ફોર્મની તસવીર સોશિયલ મીડિયા પર છવાયેલી છે. જેને હવે એક્ટ્રેસે પણ શેર કરી છે.
આ પણ વાંચો:- Durgamati Review: જ્યારે દેખાયો Bhumi Pednekarનો જલવો, ફિલ્મ પૂરી થઈ ગઈ
બાબા સાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી અંતર્ગત આવેલી મીનાપુર સ્થિત ધનરાજ મહતો કોલેજના આ વિદ્યાર્થીનું નામ કુંદન કુમાર છે. અચાનક દેખાયેલા પુત્ર વિશે જાણીને સન્ની લિયોન પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે, હવે તેની પ્રતિક્રિયા પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે. સન્નીએ તેના વિશે એક ટ્વીટ કર્યું, 'આ બાળકો લાજવાબ છે, આટલું મોટું સ્વપ્ન જોવાની એક જ રીત છે તેની, હહાહા.'
This kids awsome !!!!! Way to dream big :)))))))) XO hahahaha https://t.co/VEkTnsv4VT
— sunnyleone (@SunnyLeone) December 12, 2020
આ પણ વાંચો:- હાલની ફિલ્મોનું સંગીત ફ્લોપ: 90ના દાયકાના ગીતો જ મચાવી રહ્યા છે ધૂમ
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ઇમરાન હાશમી પણ આ મામલે પોતાનું રિએક્શન આપી ચુક્યો છે. બંને સ્ટાર્સના ટ્વીટ ખુબજ વાયરલ થઈ રહ્યા છે.
તમને જણાવી દઇએ કે, આ મામલે કોલેજના રજિસ્ટ્રાર રામ કૃષ્ણા ઠાકુરે પણ નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. એડમિટ કાર્ડ પર લખેલા ફોન નંબર અને આધાર કાર્ડ નંબર દ્વારા વિદ્યાર્થીને પણ ટ્રેક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે