નવી દિલ્હી: કોરોનાના કહેરે હવે બોલીવુડના અનેક લોકપ્રિય સિતારાઓને આપણી પાસેથી છીનવી લીધા છે. આ જ લિસ્ટમાં વધુ એક અભિનેતાનું નામ જોડાયું છે. કોરોના વાયરસથી સંક્રમિત થયેલા અભિનેતા બ્રિક્રમજીત કંવરપાલનું શનિવારે નિધન થયું. 52 વર્ષના બિક્રમજીત સેનામાંથી રિટાયર થયા હતા અને વર્ષ 2003માં મનોરંજન જગતમાં સક્રિય થયા હતા. તેમણે અનેક સુપરહિટ ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે. બિક્રમજીતના નિધનની ખબર ફિલ્મમેકર અશોક પંડિતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.
અશોક પંડિતે શોક વ્યક્ત કર્યો
અશોક પંડિતે ટ્વીટ કરીને લખ્યું કે આજે સવારે કોવિડના કારણે એક્ટર-મેજર બિક્રમજીત કંવરપાલના નિધનના ખબર જાણીને ખુબ દુખ થયું. રિટાયર્ડ આર્મી ઓફિસર કંવરપાલે અનેક ફિલ્મો અને ટીવી શોમાં સપોર્ટિંગ રોલ કર્યા છે. તેમના પરિવાર અને નીકટના લોકો પ્રત્યે મારી સંવેદનાઓ. અશોકના ટ્વીટ પર અનેક ફેન્સે પણ બિક્રમજીતના પરિવારને સાંત્વના આપી છે.
આ કલાકારોના કોવિડથી નિધન
જજમેન્ટલ હૈ ક્યામાં કામ કરી ચૂકેલા લલિત બહેલ, મહાભારતમાં ઈન્દ્રની ભૂમિકા ભજવી ચૂકેલા સતિષ કૌલ અને એક્ટર પ્રોડ્યુસર ડો.ડીએસ મંજુનાથ જેવા અનેક સિતારાઓ કોરોના સંક્રમિત થયા બાદ આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે. તમામ બોલીવુડ અને ટીવી સિતારા હજુ પણ કોવિડ સામે લડી રહ્યા છે. આક્સીજન, દવાઓ અને હોસ્પિટલોમાં બેડ્સની કમીના કારણે સ્થિતિ વણસી છે.
Sad to hear about the demise of actor Major Bikramjeet Kanwarpal this morning due to #Covid.
A retired army officer, Kanwarpal had played supporting roles in many films and television serials.
Heartfelt condolences to his family & near ones.ॐ शान्ति !
🙏— Ashoke Pandit (@ashokepandit) May 1, 2021
બિક્રમજીતના ટીવી શો
તાજેતરમાં જ બિક્રમજીત ડિઝની પ્લસ હોટસ્ટારમાં વેબ સિરીઝ સ્પેશિયલ ઓપ્સમાં કામ કરતા જોવા મળ્યા હતા. હિમાચલ પ્રદેશના રહીશ બિક્રમજીતે અનેક દિગ્ગજ સિતારાઓ સાથે કામ કર્યું હતું. તેમના નિધન બાદ શોકની લહેર છે. ટીવી શોની વાત કરીએ તો બિક્રમજીતે 24, સિયાસત, દિલ હી તો હૈ, દિયા ઔર બાતી હમ તથા નમક હરામ જેવા શોમાં કામ કર્યું હતું.
આ ફિલ્મોમાં કામ કર્યું
મોટા પડદાની વાત કરીએ તો મર્ડર 2, ડેન્જરસ ઈશ્ક, હે બેબી, શૌર્ય, આરક્ષણ, જંજીર, હાઈજેક, રોકેટ સિંહ, જબ તક હૈ જાન, અને ધ ગાઝી એટેક જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનયની દુનિયામાં કામ કરવું એ બિક્રમજીતનું સપનું હતું. આથી સેનામાં નોકરી કર્યા બાદ તેઓ સીધા ફિલ્મ અને ટીવી જગતમાં આવી ગયા.
Corona Update: કોરોનાની રેકોર્ડબ્રેક છલાંગ, એક જ દિવસમાં 4 લાખથી વધુ નવા કેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે