Home> Entertainment
Advertisement
Prev
Next

લગ્નના 6 વર્ષ બાદ માતા બની Bipasha Basu, ઘરે આવી નાની પરી

ઓગસ્ટમાં બિપાશા અને કરણે જાહેરાત કરી હતી કે તેમના ઘરમાં જલદી નાનું મહેમાન આવવાનું છે. ત્યારથી બિપાશા પોતાની પ્રેગ્નેંસી જર્નીને ઇંસ્ટાગ્રામ પર પોતાના ફેન્સ સાથે શેર કરતી હતી. બિપાશાના બેબી શાવરના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય હતા.

લગ્નના 6 વર્ષ બાદ માતા બની Bipasha Basu, ઘરે આવી નાની પરી

Bipasha Basu: આલિયા બાદ હવે બોલીવુડ એક્ટ્રેસ બિપાશા બસુ પણ મમ્મી બની ગઇ છે. જી હાં બિપાસ બસુ અને ટીવી અને ફિલમ અભિનેતા કરણ સિંહ ગ્રોવરના ઘરમાં નાની પરીએ જન્મ લીધો છે. બિપાપાએ મુંબઇના ખાર સ્થિત હિંદુજા હોસ્પિટલમાં નાની પરીને જન્મ આપ્યો છે. તો બીજી તરફ નાની રાજકુમારી આવતાં બિપાશા અને કરણ ગ્રોવર અને તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે. 

fallbacks

ઓગસ્ટમાં બિપાશાએ કરી હતી પ્રેગ્નેંસીની જાહેરાત
ઓગસ્ટમાં બિપાશા અને કરણે જાહેરાત કરી હતી કે તેમના ઘરમાં જલદી નાનું મહેમાન આવવાનું છે. ત્યારથી બિપાશા પોતાની પ્રેગ્નેંસી જર્નીને ઇંસ્ટાગ્રામ પર પોતાના ફેન્સ સાથે શેર કરતી હતી. બિપાશાના બેબી શાવરના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય હતા. કપલે પોતાના નાના મહેમાનની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા અને તેમની ખુશીનું કોઇ ઠેકાણું રહ્યું ન હતું કારણ કે તેમની લાડલી તેમની પાસે છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bipasha Basu (@bipashabasu)

બિપાશા-કરણના 2016 માં થયા હતા લગ્ન
તમને જણાવી દઇએ કે બિપાશા અને કરણના લગ્ન 30 એપ્રિલ 2016 માં મુંબઇમાં થયા હતા. ગત કેટલાક વષોમાં બંને ઇચ્છી રહ્યા હતા કે તેમના ઘરમાં બાળકોની કિકિયારી ગૂંજે. આ પહેલાં હિંદુસ્તાન ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુંમાં બિપાશા બસુએ કહ્યું હતું કે તે અને કરણ મહામારી પહેલાં બેબી માટે ટ્રાય કરી રહ્યા હતા. પરંતુ પછી મહામારીની ચપેટમાં આવ્યા બાદ તેમણે આ આઇડિયાને છોડી દીધો હતો. અભિનેત્રીએ કહ્યું હતું કે ''2021 માં અમે ફરી ટ્રાય કરવાનો નિર્ણય કર્યો અને ગોડ ગ્રેસથી અમારી વિશ પુરી થઇ.' તો બીજી તરફ ફેન્સ અને સેલેબ્સ ન્યૂ મોમ બિપાશા અને ન્યૂ ડેડ કરણને શુભેચ્છા પાઠવી રહ્યા છે. ફેન્સ તો તેમની પુત્રીની એક ઝલક મેળવવા માટે પણ બેતાબ થઇ ગયા છે. 

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More