Home> Entertainment
Advertisement
Prev
Next

નીતુ કપૂરના બર્થ-ડે સેલિબ્રેશનનો Video આવ્યો સામે, આલિયાએ કર્યું ન ધારેલું

8 જુલાઈના દિવસે નીતુ કપૂરનો જન્મદિવસ હતો

 નીતુ કપૂરના બર્થ-ડે સેલિબ્રેશનનો Video આવ્યો સામે, આલિયાએ કર્યું ન ધારેલું

મુંબઈ : 8 જુલાઈના દિવસે નીતુ કપૂરનો જન્મદિવસ હતો અને પરિવારે પેરિસમાં ભવ્ય રીતે આ દિવસનું સેલિબ્રેશન કર્યુ હતું. 'સંજૂ'ની સફળતા પછી આખો પરિવાર બહુ ખુશખુશાલ છે અને સેલિબ્રેશન માટે પેરિસની પસંદગી કરવામાં આવી હતી. હાલમાં આ સેલિબ્રેશનનો પહેલો વીડિયો સામે આવ્યો છે જેમાં પરિવાર ‘હેપી બર્થ-ડે’ સોંગ ગાતો સંભળાય છે. આ વીડિયોમાં નીતુ કપૂર કેક કાપતી દેખાય છે. 

fallbacks

આ સેલિબ્રેશનમાં રિદ્ધિમા કપૂરની દીકરી સમાયરા તેમજ જમાઈ ભરત સાહની પણ જોવા મળે છે. જોકે નવાઈની વાત એ છે કે છાશવારે કપૂરપરિવાર સાથે જોવા મળતી આલિયા ભટ્ટ આ સેલિબ્રેશનમાં દેખાતી નથી. માનવામાં આવતું હતું કે આલિયા આ સેલિબ્રેશનમાં આગળ પડતી હશે પણ તેણે ન ધારેલું પગલું ભર્યું છે. જોકે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આલિયા ટૂંક સમયમાં પેરિસ પહોંચી જશે. 
 

મીડિયા રિપોર્ટ પ્રમાણે આલિયા પોતાની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગ માટે બલ્ગેરિયા માટે નીકળી છે. જોકે આલિયાએ પોતાના કથિત બોયફ્રેન્ડ નીતુ કપૂરને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેયર કરીને બર્થ-ડેની શુભેચ્છા આપી છે. 

આલિયા ભટ્ટ જ્યારે 25 વર્ષની થઈ હતી ત્યારે તેના જન્મદિવસની પાર્ટી માટે નીતુ કપૂર બલ્ગેરિયા પહોંચી હતી. આલિયાએ પોતાનો જન્મદિવસ ફિલ્મના સેટ પર સેલિબ્રેટ કર્યો હતો અને એ સમયે આલિયા અને નીતુની તસવીરો વાઇરલ થઈ હતી. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More