Home> Entertainment
Advertisement
Prev
Next

Poonam Dhillon:પૂનમને આજે પણ યાદ છે...જ્યારે શશિ કપૂરે પૂનમને કચકચાઇને ઝીંકી દીધો હતો તમાચો

Poonam Dhillon: 80ના દાયકાની પીઢ એક્ટ્રેસને પૂનમ ઢિલ્લોનને આજે પણ કોઈ પહેચાનની જરૂર નથી. આવો જાણીએ તેમના જન્મદિવસ પર તેમના કેટલાક અનોખા કિસ્સા..

Poonam Dhillon:પૂનમને આજે પણ યાદ છે...જ્યારે શશિ કપૂરે પૂનમને કચકચાઇને ઝીંકી દીધો હતો તમાચો

Poonam Dhillon Unknown Facts: કહેવાય છે કે જુના દારૂનો નશો અલગ જ હોય છે. કદાચ આ જ કારણ છે કે આજે પણ પ્રખ્યાત અભિનેત્રી પૂનમ ઢિલ્લોનની સુંદરતાના પ્રશંસકો આજે પણ ઓછા નથી. પૂનમ આજે પણ તેની આકર્ષક એક્ટિંગથી લોકોના દિલ લૂંટી શકે છે..આજે એટલે કે 18 એપ્રિલે તે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આવો જાણીએ તેમની કેટલીક રસપ્રદ વાતો...

fallbacks

દૂર દૂર સુધી એક્ટિંગ સાથે નહોતું કોઈ કનેક્શન 

યુપીની કાબિલિયતની વાત કરીએ અને કાનપુરનો ઉલ્લેખ ન થાય એવું બને.. કાનપુર શહેરમાં 18 એપ્રિલ 1962ના રોજ જન્મેલી પૂનમ ઢિલ્લોને માત્ર 15 વર્ષની ઉંમરે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે પૂનમ અને તેના પરિવારનો એક્ટિંગની દુનિયા સાથે કોઈ સંબંધ નહોતો. વાસ્તવમાં, તેના પિતા એરફોર્સમાં એરક્રાફ્ટ એન્જિનિયર હતા, તેમ છતાં પૂનમ કેવી રીતે માયાનગરી પહોંચી, આવો જાણીએ...

આ પણ વાંચો:
અમદાવાદમાં CBI- NDRFની ટીમને મોટી સફળતા, આરોપીએ નદીમાં ફેંકેલા મોબાઇલ શોધી કાઢ્યા
ચર્ચિત લાંચ કેસમાં એડિશનલ કમિશનર સંતોષ કરનાનીને મોટો ઝટકો, SCએ રદ્દ કર્યા જામીન
મેક્સવેલ-ડુ પ્લેસિસની તોફાની ઈનિંગ એળે ગઈ, CSK એ રોમાંચક મેચમાં RCB ને હરાવ્યું

fallbacks

આ રીતે પૂનમ માયાનગરી પહોંચી

પૂનમ એટલી સુંદર હતી કે જ્યારે યશ ચોપરાએ તેને પહેલીવાર જોઈ ત્યારે તેણે તરત જ તેની ફિલ્મ ત્રિશુલની ઓફર કરી. તમને જાણીને નવાઈ લાગશે કે આટલી મોટી ઑફર મળ્યા પછી પણ પૂનમે પોતાની શરતો રાખી. ખરેખર, પૂનમ નાનપણથી જ અભ્યાસમાં ઘણી સારી હતી. આવી સ્થિતિમાં જ્યારે તેને ફિલ્મ મળી ત્યારે તેણે સ્પષ્ટ કહ્યું કે તે સ્કૂલની રજાઓમાં જ શૂટિંગ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં પૂનમ ઢિલ્લોને ખૂબ જ બોલ્ડ સીન્સ કર્યા હતા.

જ્યારે શશિ કપૂરે માર્યો હતો જોરદાર થપ્પડ

સિનેમા જગતમાં કામ દરમિયાન એવી ઘણી વાતો છે, જેના માટે પૂનમને આજે પણ યાદ કરવામાં આવે છે. આવી જ એક વાત શશિ કપૂરની છે. તે દરમિયાન એક ફિલ્મના શૂટિંગ દરમિયાન શશિ કપૂરે પૂનમ ઢિલ્લોનના ગાલ પર થપ્પડ મારી હતી. આ સીનને એકદમ રિયાલિસ્ટિક બનાવવા માટે શશિ કપૂરે ખરેખર પૂનમને થપ્પડ મારી હતી. જો કે આ પછી તેણે અભિનેત્રીની માફી પણ માંગી હતી.

આ પણ વાંચો:
સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવા જતા આધેડે પ્રતિકાર કરતા હત્યા, હત્યાનો ભેદ ઉકેલાયો
સુરત પોલીસે માનવતા મહેકાવી, વૃદ્ધાશ્રમ દત્તક લેતા જોવા મળ્યું કડક પોલીસનું નરમ રૂપ
મોટો ઝટકો! કચ્છની કેસર કેરીના ચાહકોને કેટલી જોવી પડશે રાહ? સામે આવ્યા છે મોટા સમાચાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More