મુંબઈઃ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) અને શિવસેના (Shiv Sena) વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. શિવસેના બીએમસી (BMC)ની કાર્યવાહી દ્વારા કંગનાને પરેશાન કરવાનો પ્રયાસ કરી રહી છે. તેના કારણે બીએમસીએ રવિવારે અભિનેત્રીના ઘરના સંબંધમાં વધુ એક નોટિસ ફટકારી છે.
મુંબઈમાં કંગનાના ખાર સ્થિત ઘરની અંદર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને લઈને નોટિસ મોકલવામાં આવી છે. બીએમસીનું કહેવું છે કે કંગનાના ઘરમાં તેની ઓફિસ કરતા પણ વધુ નિયમોનો ભંગ કરવામાં આવ્યો અને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ પહેલા કંગના રનૌતની પાલી હિલ સ્થિત ઓફિસમાં કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને લઈને બીએમસીએ કાર્યવાહી કરતા બુલડોઝર ચલાવી દીધું હતું.
કંગના રનૌત મુંબઈના ખાસ વેસ્ટ સ્થિત DB બ્રિજ (આર્કિડ બ્રિજ)ના 16 નંબર રોડ પર બનેલી એક ઇમારતના પાંચમાં માળે રહે છે. આ બિલ્ડિંગમાં કંગનાના કુલ ત્રણ ફ્લેટ છે, જેમાંથી એક ફ્લેટ 797 વર્ગ ફુટ, બીજો ફ્લેટ 711 વર્ગ ફુટ અને ત્રીજો ફ્લેટ 459 વર્ગ ફુટનો છે. હાલમાં કંપનાના ઘરમાં ગેરકાયદેસર બાંધકામનો કેસ કોર્ટમાં છે, જેની સુનાવણી 25 સપ્ટેમ્બરે થશે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે