Home> Entertainment
Advertisement
Prev
Next

ફિલ્મોમાં બોલ્ડનેસની હદ વટાવી ચૂકી હતી આ હિરોઈન, આજે ગુમનામીમાં જીવે છે આવી જિંદગી

Udita Goswami Life Facts: એક જાહેરાતમાં ઉદિતાને જોઈને પૂજા ભટ્ટે તેને ફિલ્મ 'પાપ' માટે સાઈન કરી હતી. આ ફિલ્મમાં પૂજાની સામે જોન અબ્રાહમ લીડ રોલમાં હતો

ફિલ્મોમાં બોલ્ડનેસની હદ વટાવી ચૂકી હતી આ હિરોઈન, આજે ગુમનામીમાં જીવે છે આવી જિંદગી

Udita Goswami Then And Now: અભિનેત્રી ઉદિતા ગોસ્વામીને તેના અભિનય કરતાં ફિલ્મોમાં તેના બોલ્ડ દ્રશ્યો માટે વધુ યાદ કરવામાં આવે છે. ઉદિતાએ 'પાપ' અને 'જહર' જેવી ફિલ્મોમાં બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી હતી. જોકે, ફિલ્મોમાં બોલ્ડનેસ ઉમેરીને ખૂબ લાઇમ લાઈટ મેળવનારી ઉદિતા આજે મોટા પડદાથી સંપૂર્ણપણે દૂર છે. જો કે આજે આપણે ઉદિતા ગોસ્વામી વિશે વાત કરીશું અને જાણીશું કે અભિનેત્રી અત્યારે ક્યાં છે? અને તેણે કોની સાથે લગ્ન કર્યા હતા?

fallbacks

દિલ્હીની સુપર મોડલ ઉદિતા ગોસ્વામી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉદિતા ગોસ્વામીને બાળપણથી જ મોડલિંગ અને એક્ટિંગનો શોખ હતો. આ શોખ પૂરો કરવા માટે ઉદિતા 16 વર્ષની ઉંમરે ઉત્તરાખંડથી દિલ્હી આવી હતી. દિલ્હી આવ્યા પછી, ઉદિતાએ મોડેલિંગમાં પોતાનું નસીબ અજમાવ્યું અને ટૂંક સમયમાં તેને પેપ્સી અને ટાઇટન વૉચ વગેરે જેવી ઘણી મોટી બ્રાન્ડની જાહેરાતો મળી. આવી જ એક જાહેરાતમાં ઉદિતાને જોઈને પૂજા ભટ્ટે તેને ફિલ્મ 'પાપ' માટે સાઈન કરી હતી. આ ફિલ્મમાં પૂજાની સામે જોન અબ્રાહમ લીડ રોલમાં હતો. જોકે, આ ફિલ્મ ખાસ ચાલી શકી ન હતી.

થાઈલેન્ડમાં એવું તો શું છે કે દરેક ગુજરાતી મર્દને નામ સાંભળીને ગુદગુદી થઇ જાય છે!

fallbacks

ઉદિતાએ ડિરેક્ટર મોહિત સૂરી સાથે લગ્ન કર્યા
ફિલ્મ 'પાપ' પછી, ઉદિતા પાસે બીજી ફિલ્મ 'જહર' હતી જેનું નિર્દેશન મોહિત સૂરી દ્વારા કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં ઉદિતા અને ઈમરાન હાશ્મી પર જબરદસ્ત બોલ્ડ સીન્સ શૂટ કરવામાં આવ્યા હતા. કહેવાય છે કે ઉદિતા અને મોહિત આ ફિલ્મના શૂટિંગ દરમિયાન નજીક આવ્યા હતા. ઉદિતાએ 'જહર' પછી બીજી ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું, પરંતુ તે ફિલ્મો બહુ ચાલી નહીં. જો કે, વર્ષ 2013માં ઉદિતાએ ડિરેક્ટર મોહિત સૂરી સાથે લગ્ન કર્યા અને આજે તેમને બે બાળકો છે.

ગુજરાતની જેલો બની કેદીઓના અય્યાશીનો અડ્ડો : સરપ્રાઈઝ ચેકિંગમાં એવું એવું મળ્યું કે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More