Home> Entertainment
Advertisement
Prev
Next

90s ની સૌથી વધુ કમાણી કરનાર 5 ફિલ્મો, બોલીવુડને મળ્યા હતા 3 નવા સુપરસ્ટાર

5 Highest Grossing Films Of 90s: 90 ના દાયકામાં બોલીવુડને સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન જેવા 3 સુપરસ્ટાર મળ્યા હતા. આ ત્રણેયનો જલવો છેલ્લા ત્રણ દાયકાથી બોક્સ ઓફિસ પર યથાવત છે. આજે અમે તમને 90ના દાયકાની તે પાંચ ફિલ્મો વિશે જણાવી રહ્યાં છીએ, જે તે દાયકાની 5 સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.

90s ની સૌથી વધુ કમાણી કરનાર 5 ફિલ્મો, બોલીવુડને મળ્યા હતા 3 નવા સુપરસ્ટાર

નવી દિલ્હીઃ બોલીવુડના 3 ધુરંધર સલમાન ખાન (Salman Khan),શાહરૂખ ખાન (Shahrukh Khan)અને આમિર ખાન (Aamir Khan)એ 90ના દાયકામાં બોક્સ ઓફિસ પર કબજો કરી લીધો હતો. આજે અમે તમને 90ના દાયકાની સૌથી વધુ કમાણી કનારી પાંચ ફિલ્મો વિશે જણાવી રહ્યાં છીએ, જે રિલીઝ થવાની સાથે ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. 

fallbacks

હમ આપકે હૈં કૌન  (1994)
5 ઓગસ્ટ 1994ના રિલીઝ થયેલી સલમાન ખાન અને માધુરી દીક્ષિતની ફિલ્મ હમ આપકે હૈં કૌનને ખુબ પસંદ કરવામાં આવી હતી. આ એક પારિવારિક ફિલ્મ હતી, જેને લોકોએ એટલી પસંદ કરી હતી કે તે 90ના દાયકાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. 

રિલીઝની સાથે હમ આપકે હૈં કૌન બોક્સ ઓફિસ પર છવાઈ હતી અને ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મ બાદ સલમાનને બોલીવુડનો સુપરસ્ટાર કહેવામાં આવ્યો હતો. 

આ પણ વાંચોઃ ગુજ્જુ ગર્લે ઝેલ્યું 16 વર્ષે કાસ્ટિંગ કાઉચનું દર્દ! B ગ્રેડની ફિલ્મોમાં કર્યું કામ

દિલવાલે દુલ્હનિયા લે જાએંગે (1995)
તે એક મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ હતી. જે આદિત્ય ચોપરા દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી હતી. આ ફિલ્મ તેના પિતા યશ ચોપરા દ્વારા બનાવવામાં આવી હતી. 20 ઓક્ટોબર 1995ના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે કાજોલ મુખ્ય ભૂમિકામાં હતી. તેની રજૂઆત પછી, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સર્વકાલીન બ્લોકબસ્ટર બની હતી અને 90ના દાયકાની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી.

રાજા હિન્દુસ્તાની 1996
ધર્મેશ દર્શન દ્વારા નિર્દેશિત આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી. આ એક નાના શહેરના એક કેબ ડ્રાઇવરની કહાની જણાવે છે, જેને એક ધનીક મહિલા સાથે પ્રેમ થઈ જાય છે. ફિલ્મમાં આમિર ખાન અને કરિશ્મા કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. 15 નવેમ્બર 1996ના રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. તે 90ના દાયકાની ત્રીજી સૌથી કમાણી કરનારી ફિલ્મ હતી. 

આ પણ વાંચોઃ Mithun Chakraborty Video: હોસ્પિટલથી મિથુન અંગે આવી એવી ખબર કે માહોલ બદલાઈ ગયો

બોર્ડર 1997
જેપી દત્તા દ્વારા લખાયેલી, નિર્મિત અને દિગ્દર્શિત આ ફિલ્મ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત હતી. આ ફિલ્મમાં સની દેઓલ, જેકી શ્રોફ, સુનીલ શેટ્ટી, અક્ષય ખન્ના, સુદેશ બેરી, પુનિત ઈસાર અને કુલભૂષણ ખરબંદા જેવા કલાકારો હતા. તબ્બુ, રાખી, પૂજા ભટ્ટ અને શરબાની મુખર્જી સહાયક ભૂમિકામાં હતા. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ. તે 90ના દાયકાની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી.

કુછ કુછ હોતા હૈ 1998
આ એક સંગીતમય રોમાન્સ ફિલ્મ હતી, જે કરણ જોહર દ્વારા લિખિત અને નિર્દેશિત હતી અને તેના પિતા યશ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ તૈયાર થઈ હતી. તેમાં શાહરૂખ ખાન, કાજોલ અને રાણી મુખર્જીની સાથે-સાથે સલમાન ખાન પણ વિશેષ ભૂમિકામાં હતો. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ પણ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ 90ના દાયકામાં ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More