Home> Entertainment
Advertisement
Prev
Next

‘‘મારા પિતા મને અલગ અલગ રંગોની બિકીની ખરીદવાના સૂચનો આપે છે’’

બોલિવુડની સાથે સાથે સાઉથની અનેક ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) પોતાના એક નિવેદનને લઈને હાલ ચર્ચામાં છે. દે દે પ્યાર દે, ઐયારી સહિત અનેક ફિલ્મોમાં પોતાના એક્ટિંગની છાપ છોડનારી એક્ટ્રેસ રકુલે કહ્યું કે, તેના જીવનમાં તેના માતાપિતા સૌથી મોટી તાકાત છે. એક ફિલ્મી વેબસાઈટ સાથેની વાતચીતમાં રકુલે અને તેમના માતાએ રીની સિંઘે પોતાના વિશે અનેક ખુલાસા કર્યાં છે. 

‘‘મારા પિતા મને અલગ અલગ રંગોની બિકીની ખરીદવાના સૂચનો આપે છે’’

ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડની સાથે સાથે સાઉથની અનેક ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) પોતાના એક નિવેદનને લઈને હાલ ચર્ચામાં છે. દે દે પ્યાર દે, ઐયારી સહિત અનેક ફિલ્મોમાં પોતાના એક્ટિંગની છાપ છોડનારી એક્ટ્રેસ રકુલે કહ્યું કે, તેના જીવનમાં તેના માતાપિતા સૌથી મોટી તાકાત છે. એક ફિલ્મી વેબસાઈટ સાથેની વાતચીતમાં રકુલે અને તેમના માતાએ રીની સિંઘે પોતાના વિશે અનેક ખુલાસા કર્યાં છે. 

fallbacks

રકુલ પ્રીતે કહ્યું કે, તેમની માતાએ જ તેઓને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં નસીબ અજમાવવા કહ્યું હતું. તેઓએ તેને દરેક પગલે સાથ આપ્યો છે. આ ઈન્ટરવ્યૂમાં રકુલ પ્રીતે પોતાના પહેરવેશને લઈને ખુલ્લા દિલથી વાત કરી છે. આમ, તો ઈન્ડસ્ટ્રીઝમાં રકુલની ઓળખ પરફેક્ટ કપડા પહેરનારી એક્ટ્રેસ તરીકેની છે. આ ઈન્ટરવ્યૂમાં તેમની માતાએ કહ્યું કે, મેં રકુલને બિકીની પહેરવા વારંવાર કર્યું હતુ. તેમની માતાએ તેને કહ્યુ હતું કે, મિસ ઈન્ડિયા માટે રકુલે બિકીની પહેરવાની જરૂર છે. 

રકુલે જણાવ્યું કે, શરૂઆતથી જ તે બિકીની પહેરવા સંકોચ કરતી હતી. પરંતુ તેમની માતાને તેમના પર ભરોસો હતો કે, રકુલ પોતાના આઉટફીટને લઈને બહુ જ કોન્ફિડન્ટ છે. રકુલ પ્રીતે આગળ કહ્યું કે, મારું નસીબ સારુ છે કે મને આવા પેરેન્ટ્સ મળ્યા છે. મારી મમ્મી અને પિતા મારી બિકીની પહેરવાને લઈને બહુ જ સહજ છે. હકીકત એ છે કે, જ્યારે અમે બિકીની પહેરવા જઈએ છીએ, ત્યારે મારા પિતા મને અલગ અલગ રંગોની બિકીની ખરીદવાના સૂચનો આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More