બોલીવુડના સદાબહાર અભિનેત્રી રેખા પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે હું લોકો સામે બસ મારા મનની વાત રજૂ કરું છું પરંતુ તેને સમાચારમાં વધારીને બતાવવામાં આવે છે. અનેકવાર તો હું પોતે આવા ન્યૂઝ જોઈને ચોંકી જાઉ છું અને વિચારું છું. અરે..આવું તો મે કશું કહ્યું જ નહતું. રેખા પર આધારિત યાસિર ઉસ્માનના પુસ્તકમાં રેખાના અંગત જીવન વિશે ઉલ્લેખ કરાયો છે. રેખાએ ફિઝિકલ રિલેશન ઉપર પણ પોતાની વાત રજૂ કરી હતી.
શારીરિક સંબંધ બનાવવામાં શું મુશ્કેલી?
રેખાએ કહ્યું હતું કે લગ્ન પહેલા શારીરિક સંબંધ બનાવવામાં શું મુશ્કેલી હોય? તમે જે વ્યક્તિને પ્રેમ કરતા હોવ તે વ્યક્તિની નજીક જઈ શકો છો અને જેને પ્રેમ કરતા હોવ તેની નજીક જવાનો આ જ એક રસ્તો છે. રેખાએ લગ્ન પહેલા શારીરિક સંબંધને સ્વાભાવિક ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, 'આ માત્ર સંયોગ છે કે હું હજુ સુધી ગર્ભવતી નથી થઈ.'
પ્રેમ હોય તો જ બની શકે શારીરિક સંબંધ
રેખાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે લગ્ન પહેલા શારીરિક સંબંધ બનાવવા સ્વાભાવિક છે. તેમના જણાવ્યાં મુજબ પ્રેમમાં હોવ તો આમ કરવું કોઈ ખોટી વાત નથી. રેખાએ કહ્યું કે, "જે લોકો કહે છે કે એક છોકરીએ ફક્ત પોતાની સુહાગરાત પર જ શારીરિક સંબંધ બનાવવા જોઈએ, તે બકવાસ કરે છે." રેખાએ તે પાખંડ ગણાવ્યું.
રેખાનું માનવું હતું કે પ્રેમ અને નીકટતામાં શારીરિક સંબંધ બનાવવા નેચરલ છે. "સેક્સ કર્યા વગર તમે કોઈ પુરુષની નજીક કેવી રીતે આવી શકો". આ એક એવો સમય છે જ્યારે બંને પોતાના સ્વાભાવિક સ્વરૂપમાં હોય છે. રેખાએ એમ પણ કહ્યું કે "આ માત્ર એક સંયોગ છે કે હું હજુ સુધી ગર્ભવતી થઈ નથી." તેમણે આ વાત બિન્દાસ રીતે કહી હતી. પરંતુ બાદમાં મહેસૂસ થયું કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરાઈ રહ્યા હતા. રેખાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે "હું જે કહું છું, તેના ઉલ્ટા સીધા અર્થ કાઢવામાં આવે છે."
અત્રે જણાવવાનું કે રેખાનું નામ અમિતાભ બચ્ચન, વિનોદ મહેરા, જિતેન્દ્ર, અને કિરણકુમાર જેવા અભિનેતાઓ સાથે જોડાયું હતું. તેમની લવલાઈફ હંમેશા ચર્ચામાં રહી. જેણે આ નિવેદનોને ચર્ચામાં રાખ્યા. યાસિર ઉસ્માનના પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે રેખાના નિવેદનોને કારણે વિનોદ મહેરાની માતાએ તેમને વહુ તરીકે સ્વીકારવાની ના પાડી હતી.
રેખાએ 1990માં મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા પરંતુ આ સંબંધ માત્ર 6 મહિનામાં તૂટી ગયો હતો કારણ કે મુકેશ અગ્રવાલે આત્મહત્યા કરી લીધી હતી. રેખાએ કહ્યું હતું કે જો તે ગર્ભવતી થઈ હોત તો તે કદાચ એક્ટિંગ છોડી દેત પરંતુ મુકેશ તેમની સફળતાથી ઈનસિક્યોર હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે