Home> Entertainment
Advertisement
Prev
Next

"નવો ટ્રેંડ પહેલા બાળક પછી લગ્ન...." નિકાહના 3 મહિનામાં Good News શેર કરવા પર Swara Bhaskar ને લોકોએ કરી ટ્રોલ

Swara Bhaskar: સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહદ અહેમદ સાથે ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કર્યા હતા. તેણે અચાનક જ લગ્ન અંગે જાહેરાત કરી હતી. ત્યારથી જ ચર્ચાઓ હતી કે અભિનેત્રી પ્રેગ્નેન્ટ છે. 

Swara Bhaskar: બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે લગ્ન કર્યાના ત્રણ મહિનામાં જ પોતાની પ્રેગનેન્સી કરી છે. એક્ટ્રેસે પોતાના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેનું મોટું બેબી બંપ દેખાય છે. સાથે જ તેને જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં તેઓ પોતાના પહેલા બાળકને વેલકમ કરશે. સ્વરા ભાસ્કરની આ તસવીર પછી લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. 

fallbacks

આ પણ વાંચો: 

સ્ક્રીન પર પરવીન બાબી બનશે Urvashi Rautela, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

LGBTQ મુદ્દા પર બનેલી આ ફિલ્મો છે દમદાર, જોનારનો બદલી જાય દ્રષ્ટિકોણ

પ્રેગ્નેંસીની જાહેરાત બાદ Ileana D'Cruz એ ફેન્સને આપ્યો વધુ એક ઝટકો, કરી લીધી સગાઈ

સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહદ અહેમદ સાથે ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કર્યા હતા. તેણે અચાનક જ લગ્ન અંગે જાહેરાત કરી હતી. ત્યારથી જ ચર્ચાઓ હતી કે અભિનેત્રી પ્રેગ્નેન્ટ છે. તેવામાં લગ્નના ત્રણ મહિના પછી પ્રેગનેન્સી અનાઉન્સ કરવા માટે તેણે જે ફોટો શેર કર્યો છે તેમાં પણ તેનું બેબી બંપ દેખાય છે જેને લઈને લોકો ટ્રોલ કરી રહ્યા છે કે બોલીવુડમાં નવો ટ્રેન્ડ શરૂ થયો છે, પહેલા બાળક અને પછી લગ્ન... 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Swara Bhasker (@reallyswara)

ટ્રોલર્સે સ્વરા ભાસ્કરની આ પોસ્ટ ઉપર કોમેન્ટ કરીને લખ્યું હતું કે, "હવે તો બોલીવુડમાં નવો ટ્રેન્ડ શરૂ થયો છે પહેલા બાળક કરો પછી લગ્ન..." અન્ય એક યુઝરે લખ્યું છે કે, "તો લગ્ન કરવાનું કારણ આ હતું..." એક યુઝરે એમ પણ લખ્યું છે કે, "નિકાહ થયા ત્યારથી જ લાગતું હતું કે કંઈક ગડબડ છે."

જોકે માત્ર સ્વરા ભાસ્કર જ નહીં બોલીવુડની અનેક અભિનેત્રીઓ એવી છે જેણે પ્રેગ્નન્સી પછી લગ્ન કર્યા હોય. જેમાં આલિયા ભટ્ટ, દિયા મિર્ઝા, મહિમા ચૌધરી, નેહા ધૂપિયા, શ્રીદેવી સહિતની અભિનેત્રીઓના નામ આવે છે. જોકે આ લિસ્ટમાં લગ્ન વિના પ્રેગનેન્સી અનાઉન્સ કરી ચૂકેલી ઇલિયાના ડીક્રુઝ નું નામ પણ આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More