Home> Entertainment
Advertisement
Prev
Next

પાક વિરુદ્ધ મેચ જીતી, આ દિગ્ગજ સિતારાઓએ ટીમ ઈન્ડિયાને આપી શુભેચ્છા

મેચમાં ભારતીય ટીમે ડકવર્થ-લુઇસ નિયમના આધાર પર પાકિસ્તાનને 89 રને પરાજય આપ્યો હતો. 

પાક વિરુદ્ધ મેચ જીતી, આ દિગ્ગજ સિતારાઓએ ટીમ ઈન્ડિયાને આપી શુભેચ્છા

મુંબઈઃ સલમાન ખાન, અનિલ કપૂર, ઋૃષિ કપૂર અને આયુષ્માન ખુરાના સહિત ઘણા બોલીવુડના કલાકારોએ ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા વિશ્વકપમાં પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર જીત માટે ભારતીય ટીમને શુભેચ્છા આપી હતી. 

fallbacks

માનચેસ્ટરમાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી મેચમાં ભારતે ડકવર્થ લુઇસ નિયમના આધાર પર પાકિસ્તાનને 89 રને પરાજય આપ્યો હતો. 

બોલીવુડના સિતારાઓએ ભારતને મેચ જીતવા પર શુભેચ્છા આપતા ટ્વીટ કરીને કહ્યું

સલમાન ખાનઃ ટીમ 'ભારત'ને ભારત તરફથી શુભેચ્છા.

ઋૃષિ કપૂરઃ ભારતીય ટીમને દિલથી શુભકામના. વિશ્વકપ 2019 તમારી પહોંચમાં છે. 

અનિલ કપૂરઃ આજે તમામની આંખો સ્ક્રીન પર ચોંટેલી છે. સારી મેચ અને શાનદાર જીત. રવિવાર સારો પસાર થયો. ભારતીય ટીમને શુભેચ્છા. 

આયુષ્માન ખુરાનાઃ ભારતીય ટીમની જય હો. દરેક મેચમાં તમારૂ પ્રભુત્વ તમારા પ્રયાસ અને સાહસ વિશે જણાવે છે. અમારા નવા હિન્દુસ્તાનને સલામ. ભારત વિરુદ્ધ પાકિસ્તાન. 

રિતેશ દેશમુખઃ અભિનંદન હિન્દુસ્તાન. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More