Home> Entertainment
Advertisement
Prev
Next

Eid-ul-fitr 2020: બોલીવુડ સિતારાઓએ પોતાના પ્રશંસકોને આપી ઈદની શુભેચ્છા


ઈદ ઉલ ફિતરના તહેવાર પર બોલીવુડ સિતારાઓએ પોતપોતાના અંદાજમાં ઈદની શુભેચ્છા ફેન્સને આપી છે. આ સિતારામાં અમિતાભ બચ્ચન, હિના ખાન, અમીષા પટેલ જેવા સ્ટાર સામેલ છે. 
 

Eid-ul-fitr 2020: બોલીવુડ સિતારાઓએ પોતાના પ્રશંસકોને આપી ઈદની શુભેચ્છા

નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં ઈદનો તહેવાર ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે. આ વખતે ઈદ ખુબ અલગ છે કારણ કે વિશ્વભરમાં કોરોના જેવી જીવલેણ બીમારી વચ્ચે ઈદની ઉજવણી કરવી પડી રહી છે. બોલીવુડ સ્ટારે પણ પોતાના ફેન્સને નિરાશ કર્યા નથી અને તેને ઈદની શુભકામનાઓ આપી છે. ઈદ વિશ કરનારમાં અમિતાભ બચ્ચન, મનોજ વાજપેયી, નુસરત ભરૂચા, અમીષા પટેલ જેવા તમામ સિતારા સામેલ છે. 

fallbacks

મહાનાયક અમિતાભ બચ્ચને ફેન્સને ઈદની શુભેચ્છા આપતા ટ્વીટ કરી લખ્યુ, 'બધા લોકોને ઈદની શુભેચ્છા અને આ મુબારક દિન શાંતિ, સદ્ભાવ, સારૂ સ્વાસ્થ્ય, હંમેશા માટે દોસ્તી અને પ્રેમ માટે પ્રાર્થનાઓ. શાંતિ અને પ્રેમથી આપણે એક સાથે રહીએ અને આપણા પરિવારમાં ભાઈચારો બન્યો રહે. એક રહીએ અને એક બન્યા રહીએ.'

આ સિવાય બીગ બીએ પોતાની 2 તસવીરો પણ શેર કરી છે જેમાં એકમાં તે ફિલ્મ કુલીની ભૂમિકામાં જ્યારે બીજીમાં તેમની આવનારી ફિલ્મ ગુલાબો સિતાબોની ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે. 

અભિનેત્રી નુસરત ભરૂચાએ પોતાના પરિવારની સાથે તસવીર શેર કરતા ઈદની શુભેચ્છા આપી છે. તેણે લખ્યું, તમને બધાને મારા પરિવાર તરફથી તમારા પરિવારને ઈદની શુભેચ્છા. 

અભિનેત્રી અમીષા પટેલે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર શેર કરતા ઈદની શુભેચ્છા આપી છે અને લખ્યુ, વિશ્વભરમાં આ વીકેન્ડ પર ઈદ મનાવનાર બધા લોકોને ઈદની શુભેચ્છા. 

મનોજ વાજપેયીએ ફૂલોની તસવીરની સાથે જ્યારે હિના ખાન અને ગૌહર ખાને પોતાની તસવીરની સાથે ફેન્સને ઈદની શુભેચ્છા આપી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More