Home> Entertainment
Advertisement
Prev
Next

ડિમ્પલ પહેલાં 'કાકા'નો ક્રશ હતી આ હીરોઈન : બીજો હીરો કમ્મરમાં હાથ મુકે તો તરત...

Mumtaz and Rajesh Khanna Film: ભલે રાજેશ ખન્નાએ ડિમ્પલ સાથે લગ્ન કરી લીધા હોય પણ તેમનો પહેલો ક્રશ બીજી હિરોઈન હતી. ચાહકો રાજેશ ખન્ના અને મુમતાઝની જોડીને પસંદ કરતા હતા. તેઓએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું અને તેમની એક પણ ફિલ્મ ફ્લોપ ગઈ નથી...

ડિમ્પલ પહેલાં 'કાકા'નો ક્રશ હતી આ હીરોઈન : બીજો હીરો કમ્મરમાં હાથ મુકે તો તરત...

Mumtaz and Rajesh Khanna Film હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રથમ સુપરસ્ટાર કહેવાતા રાજેશ ખન્નાનું સ્ટારડમ એક સમયે બોલિવૂડમાં ખૂબ જ લોકપ્રિય હતું. રાજેશ ખન્ના એક હિટ મશીન ગણાતા હતા, તે ફિલ્મમાં હોય એટલે ફિલ્મના નામે હીટનું લેબલ વાગી જતું હતું. આ ઉપરાંત બોલિવૂડમાં તેમના વિશે ઘણી ચર્ચાઓ અને દુશ્મનાવટનો ઉલ્લેખ થયો છે.

fallbacks

એવું કહેવાય છે કે રાજેશ ખન્ના અને મુમતાઝની (Mumtaz)જોડી સુપરહિટ થવાની ખાતરી હતી. આ જોડીએ કરેલી તમામ ફિલ્મો હિટ રહી હતી, પરંતુ તાજેતરમાં મુમતાઝે રાજેશ ખન્ના વિશે પણ કેટલાક ખુલાસા કર્યા હતા. તેમણે કહ્યું કે એક સમયે રાજેશ ખન્ના (Rajesh Khanna) મારા પર એટલા પઝેસિવ થઈ ગયા હતા કે જો હું અન્ય કોઈ હીરો સાથે કામ કરું તો તે ગુસ્સે થઈ જાય. જો કે, તે મારી સંભાળ રાખવા માગતા હતા.

મુમતાઝે રાજેશ ખન્ના વિશે ખુલાસો કર્યો-
મુમતાઝે (Mumtaz) કહ્યું હતું- 'રાજેશ ખન્નાએ (Rajesh Khanna) મારી અને શર્મિલા જી વચ્ચેની લડાઈમાં ક્યારેય ઘી હોમવાનું કામ કર્યું નથી.ન તો તેમણે ક્યારેય કંઈ કહ્યું. પણ જ્યારે હું ધર્મેન્દ્ર કે દેવસાહેબ જેવા અન્ય હીરો સાથે ફિલ્મ સાઈન કરતી ત્યારે તે ગુસ્સે થઈ જતા હતા. રાજેશ ખન્ના પોતે અન્ય હિરોઈન સાથે કામ કરતા હતા, હું ક્યારેય ગુસ્સે થતી નહોતી. તેમને લાગ્યું કે મારા પર તેમનો અધિકાર છે પણ તેનાથી કોઈ ફરક પડતો નથી. તેનો મતલબ એ પણ હતો કે તે મારી સંભાળ રાખતા હતા.

આ સિવાય મુમતાઝે કહ્યું હતું- મેં શર્મિલા જી કરતાં રાજેશ ખન્ના (Rajesh Khanna) સાથે વધુ ફિલ્મો કરી છે. ભગવાનની કૃપાથી મારી અને કાકા (રાજેશ ખન્ના)ની એક પણ ફિલ્મ ફ્લોપ ન થઈ. પરંતુ શર્મિલા જી અને રાજેશ ખન્નાની ફિલ્મ ફ્લોપ ગઈ હતી. રાજેશ ખન્ના અને મુમતાઝે (Mumtaz)એકસાથે આપ કી કસમ, દો રાસ્તે, પ્રેમ કહાની, સચ્ચા-જૂઠા, અપના દેશ, દુશ્મન, રોટી ઔર બંધન જેવી ઘણી ફિલ્મો કરી હતી. ચાહકોને તેમની જોડી ખૂબ પસંદ આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More