Home> Entertainment
Advertisement
Prev
Next

ખુબ જ દર્દનાક હતી બોલીવુડની સૌથી ખુબસુરત હસીનાની મોત, બેડ પરથી સડેલી હાલતમાં મળી હતી લાશ

Parveen Babi Death: પરવીનને પેરાનોઈડ સિજોફ્રેનિયા બીમારી હતી. આ બીમારીના કારણે તેમને કયારેક એમ લાગતું હતું કે અમિતાભ બચ્ચને તેમને મારી કાઢવા માગે છે. તો ક્યારેક તે કહેતા કે અમિતાભના લોકોએ મારું અપહરણ કર્યું છે. તેમને એવો ભ્રમ હતો કે લોકો તેમને મારવા માગે છે અથવા તેમની કારમાં બોમ્બ ફિટ કર્યો છે.

ખુબ જ દર્દનાક હતી બોલીવુડની સૌથી ખુબસુરત હસીનાની મોત, બેડ પરથી સડેલી હાલતમાં મળી હતી લાશ

Parveen Babi Death: 22 જાન્યુઆરી 2005ના રોજ મુંબઈના જુહુ સ્થિત રિવેરા બિલ્ડિંગના 7મા માળે એપાર્ટમેન્ટના દરવાજાની બહાર છાપા અને દૂધના પેકેટ ત્રણ દિવસ સુધી પડ્યા હતા. ત્રણ દિવસથી ના તો દરવાજા પર તાળું હતું કે ન તો અંદરથી કોઈ બહાર આવ્યું. પાડોશીઓને શંકા ગઈ. જ્યારે તે દરવાજા પાસે લોકો ગયા, ત્યારે સડવાની ગંધ આવતી હતી. પાડોશીઓએ પોલીસને ફોન કરીને જાણ કરી. પોલીસે દરવાજો ખખડાવ્યો પરંતુ કોઈ જવાબ ના મળ્યો અને પછી જ્યારે પોલીસ દરવાજો તોડીને અંદર પહોંચી તો તેઓ ચોંકી ગયા.

fallbacks

50 વર્ષની ઉંમરમાં દર્દનાક મોત-
અભિનેત્રી પરવીન બાબીનો મૃતદેહ બેડ પર પડ્યો હતો. શરીર સડેલું હતું અને રૂમમાં દુર્ગંધ આવતી હતી. પલંગ પાસે એક વ્હીલચેર પડી હતી. પરવીન બાબીનો મૃતદેહ તેના ત્રણ દિવસ પહેલાં જ મૃત્યુ થયું હતું. કોઈ સગા, કોઈ મિત્ર, સમાચાર લેવા કોઈ જ નહોતું. 50 વર્ષની ઉંમરે સુંદર પરવીન બાબીનો સડી ગયેલો મૃતદેહ મળતાં સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. 

સિજોફ્રેનિયાની શિકાર હતી પરવીન-
પરવીનને પેરાનોઈડ સિજોફ્રેનિયા બીમારી હતી. આ બીમારીના કારણે તેમને કયારેક એમ લાગતું હતું કે અમિતાભ બચ્ચને તેમને મારી કાઢવા માગે છે. તો ક્યારેક તે કહેતા કે અમિતાભના લોકોએ મારું અપહરણ કર્યું છે. તેમને એવો ભ્રમ હતો કે લોકો તેમને મારવા માગે છે અથવા તેમની કારમાં બોમ્બ ફિટ કર્યો છે. તે ક્યારેક સેટ પરથી અચાનક ગાયબ થઈ જતી તો ક્યારેક હંગામો મચાવી દેતા હતા.

તેમનું વર્તન એટલું ખરાબ થઈ ગયું હતું કે એકવાર તેમને ન્યૂયોર્ક એરપોર્ટ પર પકડવામાં આવ્યા અને પાગલખાનામાંલઈ જવામાં આવી હતી. મહેશ ભટ્ટ તેમની સારવાર કરાવવા માગતા હતા, પરંતુ પરવીને પોતાનાથી દૂર રાખ્યા હતા. એકલી રહેતી પરવીનની હાલત ખરાબ થઈ ગઈ અને અંતે એકલતામાં જ મૃત્યુ થયું. જ્યારે કોઈ સંબંધી મૃતદેહનો દાવો કરવા ના આવ્યા, ત્યારે મહેશ ભટ્ટે તેમના અંતિમ સંસ્કારની જવાબદારી લીધી, જેમાં તેમના બંને એક્સ બોયફ્રેન્ડ ડેની અને કબીર બેદી હાજર રહ્યાં હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More