Salman Khan-Akshay Kumar Emotional Video: બોલીવુડ સ્ટારની સ્ક્રિન પર લાઈફ જે હોય છે એના કરતા તેની ઓફ સ્ક્રિન લાઈફ બહુ જુદી જ હોય છે. સલમાન હોય કે શાહરૂખ, અક્ષય હોય કે અમિતાભ દરેકે કોઈકને કોઈક તબક્કે સખત સંઘર્ષ કર્યો છે અને એના ફળસ્વરૂપે આજે તેઓ આ સ્થાન સુધી પહોંચ્યાં છે. જ્યારે તેમને તેમના સંઘર્ષના દિવસો યાદ આવે ત્યારે આજે પણ એ સ્ટાર્સની આંખો ભીની થઈ જાય છે. આવું જ કંઈક અક્ષય કુમાર સાથે પણ બન્યુ હતું. બોલીવુડ એક્ટર સલમાન ખાન અક્ષય કુમાર પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર બંને એક્ટર વચ્ચેનું જબરદસ્ત બૉન્ડિંગ જોવા મળી રહ્યું છે. સલમાન ખાને અક્ષય કુમારનો થ્રો બેક ઈમોશનલ વીડિયો શેર કર્યો છે.
અક્ષયનો રડતા જોઈને ઈમોશનલ થયા ભાઈજાન-
શુક્રવારે સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં એક ક્લિપ પોસ્ટ કરી છે. જેમા અક્ષયની બહેન અલકા ભાટિયાએ રિયાલિટી શોમાં એક ઑડિયો ક્લિપ મોકલી હતી. જેમા ખેલાડી કુમાર ભાવૂક થયા હતા. આ વીડિયો જોઈને સલમાન ખાન ભાવૂક થયા અને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વીડિયો શેર કરતા કેપ્શન આપ્યું અને લખ્યું મે હમણા કઈક એવુ જોયુ જે મને લાગ્યું કે મારે તમામ સાથે શેર કરવું જોઈએ.ભગવાન આપને આશીર્વાદ આપે અક્કી, આ જોઈને મને ખુબ સારુ લાગ્યું. અક્ષય કુમાર સલમાન ખાનને જવાબ આપતા જણાવ્યું કે આપના સંદેશથી ખુબ સારુ લાગ્યું. ભગવાન આપને પણ આશીર્વાદ આપે. શાઈન ઓન. આ ઈમોશનલ ક્લિપ સિંગિંગ રિયાલિટી શો સુપરસ્ટાર સિંગર 2ની હતી. જ્યાં અક્ષય કુમાર રંક્ષાબંધન ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યા હતા. ક્લિપમાં અક્ષયની બહેન અલકા ભાટિયાએ તેમણે મેસેજ મોકલ્યો હતો. જે સાંભળીને તે ભાવૂક થઈ ગયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે