Home> Entertainment
Advertisement
Prev
Next

ONE SIDED LOVE STORY: અધૂરો તેમ છતાં પૂર્ણ, બોલિવૂડની ટૉપ 12 બેસ્ટ વન સાઈડેડ લવસ્ટોરી

BOLLYWOOD ONE SIDED LOVE STORY: બોલિવૂડમાં અનેક ફિલ્મો બની જેમાં ફિલ્મમેકરે એકતરફી પ્રેમની વાર્તા બખૂબી રીતે વર્ણવી અને કલાકારોએ પણ આ ફિલ્મોમાં ઉમદા અભિનય કરી પોતાના પાત્રને જીવંત કરી દીધા.... બોલિવૂડની 12 ફિલ્મો જેને જોઈ એકતરફી પ્રેમીઓએ કહ્યું - 'આ તો મારી જ કહાની છે'..

ONE SIDED LOVE STORY: અધૂરો તેમ છતાં પૂર્ણ, બોલિવૂડની ટૉપ 12 બેસ્ટ વન સાઈડેડ લવસ્ટોરી

BOLLYWOOD FAMOUS MOVIES: કુછ યુહી હુઆ જબ ઉસને મુજે કહા કે ઉસે કિસી ઔર સે પ્યાર હૈ... ઉસને મુજે કહા હમ અચ્છે દોસ્ત હી ઠીક હૈ... પ્રેમની વાત હોય ત્યારે બોલિવૂડની એવરગ્રીન ફિલ્મો અચૂકથી યાદ આવે.. 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', કયામત સે કયામત તક, સિલસિલે, વીરઝારા, મેને પ્યાર કિયા જેવી અનેક હિન્દી ફિલ્મો બની જેમાં સદાબહાર પ્રેમકહાની બતાવાઈ. અહીં વાત એકતરફી પ્રેમ પર બનેલી ફિલ્મોની વાત છે... બોલિવૂડમાં અનેક ફિલ્મો બની જેમાં ફિલ્મમેકરે એકતરફી પ્રેમની વાર્તા બખૂબી રીતે વર્ણવી અને કલાકારોએ પણ આ ફિલ્મોમાં ઉમદા અભિનય કરી પોતાના પાત્રને જીવંત કરી દીધા.... બોલિવૂડની 12 ફિલ્મો જેને જોઈ એકતરફી પ્રેમીઓએ કહ્યું - 'આ તો મારી જ કહાની છે'..

fallbacks

અહીં જાણો એકથી એક ચડિયાતી ફિલ્મો જેમાં એકતરફી પ્રેમ દર્શાવવામાં આવ્યો હોય. ફિલ્મમાં ક્રમાંક એ રીતે રહેશે જેમાં બેસ્ટ ફિલ્મના નામ નીચે આવતા રહેશે. 

યે જવાની હૈ દિવાની ( 2013)
અયાન મુખર્જી અને રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ અભિનિત ફિલ્મ 'યે જવાની હૈ દિવાની' ફિલ્મ યુવાઓમાં ખાસ લોકપ્રિય રહી હતી. ફિલ્મમાં ફ્રેન્ડશીપ અને સાચા પ્રેમની વાત હતી. રણબીર અને દીપિકાની પ્રેમકહાની વચ્ચે ફિલ્મમાં એક બીજી એક લવસ્ટોરી હતી જે વન સાઈડેડ હતી.  ફિલ્મમાં અદિતી (કલ્કી કોચલીન) જે અવિનાશ ( આદિત્ય રોય કપૂર)ને અનહદ પ્રેમ કરે છે પરંતું તે તેની લાગણી અવિનાશ સામે વ્યકત કરી શકી નથી. ફિલ્મમાં કલ્કી સ્વીકારે છે કે અવિનાશ તેને પ્રેમ નથી કરતો અને તરન ( કૃણાલ રોય કપૂર) તેના માટે પર્ફેક્ટ છે અને અદિતી તરન સાથે લગ્ન કરી લે છે. ડિરકટર અયાન મુખર્જીએ વન સાઈડેડ લવ સ્ટોરીને બહુ સરસ રીતે બતાવી છે. 

fallbacks

સ્ટુડન્ટ ઓફ ધ યર ( 2012)
કરણ જોહર ત્રણ નવોદિત કલાકોરને ચમકાવતી ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' લઈને આવે છે. અભિમન્યુ (સિદ્ધાર્થ મલ્હોત્રા) સનાયાને ( આલિયા ભટ્ટ) એકતરફી પ્રેમ કરવા લાગે છે. અભિમન્યુ જાણતો હોય છે કે સનાયા રોહન ( વરૂણ ધવન) ને પ્રેમ કરતી હોય છે. રોહન તેનો મિત્ર હોવાથી અભિમન્યુ તેની લાગણીઓ કાબૂમાં રાખે છે. ત્યારબાદ સનાયાને લાગે છે કે વરૂણ તેને સાચો પ્રેમ કરતો નથી. આ ફિલ્મમાં વન સાઈડેડ લવસ્ટોરીનો એંગલ છે અને તેમાં હેપ્પી એન્ડિંગ છે. 

fallbacks

PK (2014)
તમને થશે કે PK તો સમાજને સંદેશો આપતી ફિલ્મ છે તો તેમાં એકતરફી પ્રેમની વાત ક્યાથી આવે.. હા પણ અહીં પીકેને (આમીર ખાન)  ખ્યાલ પણ નથી રહેતો કે ક્યારે તેને જગ્ગુ (અનુષ્કા શર્મા) સાથે પ્રેમ થઈ જાય છે. ફિલ્મમાં ભલે 'પીકે' અન્ય ગ્રહમાંથી આવેલો બતાવ્યો હોય પરંતું તેને પણ લાગણી છે. પીકે અનુષ્કાને પોતાના મનની વાત કહેવા માગે છે પરંતું તેને ખબર પડે છે કે જગ્ગુ સરફરાઝ (સુશાંતસિંહ રાજપૂત) ને પ્રેમ કરતી હોય છે. ફિલ્મના અંતમાં 'પીકે' તેના ગ્રહમાં જતો રહે છે અને જગ્ગુને ખબર પડે છે કે પીકે તેને પ્રેમ કરતો હોય છે.

fallbacks

કોકટેલ ( 2012)
વર્ષ 2012માં સરસ મજાની ફિલ્મ રિલીઝ થઈ 'કોકટેલ'... ફિલ્મમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટી વચ્ચે ટ્રાયએંગલ લવસ્ટોરી દર્શાવવામાં આવી. ફિલ્મમાં વેરોનિકા (દીપિકા પાદુકોણ) ગૌતમ(સૈફ અલી ખાન) સાથે કેઝ્યુઅલ રિલેશનમં હોય છે પણ વેરોનિકા ગૌતમના પ્રેમમાં પડી જાય છે. બીજીતરફ ગૌતમ વેરોનિકાની ફ્રેન્ડ મીરા (ડાયના પેન્ટી)ના પ્રેમમાં પડી જાય છે. વેરોનિકા ગૌતમ અને મીરાને સાથે જોઈને ઈર્ષા કરે છે. વેરોનિકા ગૌતમના કારણે તણાવમાં આવી જાય છે. ફિલ્મમાં તમને વેરોનિકા બહારથી ખુશ પરંતું અંદરથી સંપૂર્ણ તૂટેલી બતાવી છે. દીપિકાએ ફિલ્મમાં વન સાઈડેડ પ્રેમિકા તરીકેની બેસ્ટ એક્ટિંગ કરી છે.

fallbacks

એ દિલ હૈ મુશ્કેલ (2016)
એકતરફી પ્રેમને બહુ જ સરસ રીતે દર્શાવવામાં આવ્યું હોય તો તે ફિલ્મ છે 'એ દિલ હે મુશ્કેલ'. ફિલ્મમાં એકતરફી પ્રેમ અને મિત્રતા વચ્ચેની વાત છે. અયાન (રણબીર કપૂર) તેની બેસ્ટ ફ્રેન્ડ અલિઝાહ (અનુષ્કા શર્મા)ના પ્રેમમાં પડી જાય છે. અલીઝાહ તેના પ્રેમનો ઈન્કાર કરે છે અને તેને વારંવાર એમ કહે છે કે 'આપણે બંને દોસ્ત સારા છીએ જે મારા માટે પ્રેમ કરતા પણ મોટી વાત છે'.. રણબીર કપૂરે અયાનના પાત્રને એ રીતે ભજવ્યું કે દરેક વન સાઈડેડ લવર પાત્રને પોતાની સાથે રિલેટ કરવા લાગ્યો. ફિલ્મની અન્ય મહત્વની વાતો તેના ડાયલોગ અને ગીતો છે. ફિલ્મમાં શાહરૂખ ખાનનો ગેસ્ટ અપિરિયન્સ છે જેમાં તેનો એક ડાયલોગ દર્શકોના દીલ જીતી લે છે.  ફૈઝલ (શાહરૂખ ખાન) અયાનને કહે છે કે એકતરફા પ્યાર કી તાકાત હી કુછ ઔર હોતી હૈ... ઔરો કે રિશ્તો કી તરહ યે દો લોગોમેં નહીં બટતી... ઉસ પે સિર્ફ મેરા હક હૈ....

fallbacks

રાંજણા (2013)
રાંજણા એક એવી ફિલ્મ છે જેમાં એકતરફી પ્રેમની વાત ખૂબ જ સરસ રીતે બતાવવામાં આવી છે. રાંજણામાં કુંદન (ધનુષ) ઝોયાને સ્કુલમાં અભ્યાસ કરતો હતો ત્યારથી પ્રેમ કરતો બતાવ્યો છે. કિશોર અવસ્થામાં બંને વચ્ચે પ્રેમ પાંગરે છે. ઝોયાના પરિવારને પ્રેમની ખબર પડતા તેઓ ઝોયાને અભ્યાસ માટે અલીગઢ મોકલી દે છે. વર્ષો પસાર થયા કુંદનનો પ્રેમ ઝોયા માટે વધતો જ ગયો પરંતું ઝોયા તો કુંદનને ભૂલી ગઈ હોય છે. જોયા કુંદનને કહે છે કે તે તેને નહીં પરંતું તેની કોલેજમાં સાથે અભ્યાસ કરતા અકરમને પ્રેમ કરે છે. આ જાણીને કુંદનનું દિલ તૂટી જાય છે. ઝોયા કુંદનને નફરત કરે છે પરંતું કુંદન તેને નિ: સ્વાર્થ પ્રેમ કરતો રહે છે. ફિલ્મનો અંત દર્શકોને હચમચાવી દે છે. 

fallbacks

નમસ્તે લંડન ( 2007)
રાષ્ટ્રભાવનાથી ભરપૂર ફિલ્મ 'નમસ્તે લંડન' દર્શકોને ખૂબ ગમી હતી. ફિલ્મમાં ભારતની સંસ્કૃતિ અને વિવિધતામાં એકતાની વાત દર્શાવાઈ છે. ફિલ્મમાં અર્જુન (અક્ષય કુમાર) બ્રિટનમાં જન્મેલી અને મૂળ ભારતીય જસમીત ( કેટરીના કૈફ)ના પ્રેમમાં પડી જાય છે. બંને વચ્ચે લગ્ન થાય છે. લંડન પહોંચ્યા બાદ તેને ખબર પડે છે કે જસમીત તો તેને પ્રેમ કરતી નથી અને તે અન્ય યુવકને પ્રેમ કરે છે.  ફિલ્મમાં એકતરફી પ્રેમી તરીકેના અર્જુનના અભિનયથી અક્ષય કુમાર દર્શકોના દિલ જીતી લે છે. 

fallbacks

અજબ પ્રેમ કી ગજબ કહાની (2009)
એકતરફી પ્રેમીના રોલમાં જાણે રણબીર કપૂર સારી રીતે ફિટ બેસ્યો છે. રણબીર કપૂર અને કેટરીના કૈફની સરસ મજાની ફિલ્મ 'અજબ પ્રેમ કી ગજબ કહાની' માં પણ એકતરફી પ્રેમની વાર્તા છે. ફિલ્મમાં રણબીરના પાત્રનું નામ પણ 'પ્રેમ' બતાવાયું છે જે જેની (કેટરીના કૈફ) ને મનમાં ને મનમાં પ્રેમ કરવા લાગે છે ત્યા બીજી બાજુ જેની અન્ય યુવકને પ્રેમ કરે છે. ફિલ્મમાં પ્રેમ જેનીને નિસ્વાર્થ પ્રેમ કરે છે અને જેનીની ખુશી માટે દરેક કામ કરે છે. ફિલ્મ મેસેજ આપે છે કે પ્રેમમાં જીદ નહી પરંતું સમર્પણ હોવું જોઈએ

fallbacks

અંદાજ (2003)
અંદાજ ફિલ્મની વાત આવે ત્યારે ફિલ્મના સુપરહિટ ગીત 'કિસી સે તુમ પ્યાર કરો' ગીતને કોઈ કઈ રીતે ભૂલી શકે.  રાજ (અક્ષય કુમાર) કાજલ (લારા દત્તા)ને એકતરફી પ્રેમ કરતો હોય છે.  કાજલના જ્યારે લગ્ન થવાના હોય છે તે પહેલા રાજ તેને પ્રેમ કરે છે તે કાજલને ખબર પડી જાય છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને લારા દત્તા વચ્ચેને કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ પડી હતી.

fallbacks

આ પણ વાંચો:
GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર, 26 માર્ચે લેવાનારી આ પરીક્ષા મોકૂફ
હવે ઉત્તર-પૂર્વ ન તો દિલ્હીથી દૂર છે કે ન તો દિલથી, ચૂંટણી પરિણામો પર બોલ્યા PM મોદી
પૂર્વોત્તરમાં મોટી જીતે ભાજપને 2024ની સામાન્ય ચૂંટણી પહેલાં આપ્યા આ જીતના 6 મંત્ર

કુછ કુછ હોતા હૈ (1998)
બોલિવૂડની બેસ્ટ લવસ્ટોરી ફિલ્મનું નામ આવે તો શાહરૂખ ખાનની 'કુછ કુછ હોતા હૈ' ને યાદ કરવી જ પડે. ફિલ્મમાં ફરી કાજોલ-શાહરૂખની જોડી સુપરહિટ થઈ જાય છેય અંજલી (કાજોલ) રાહુલ (શાહરૂખ ખાન) ને પ્રેમ કરે છે પણ રાહુલ અંજલીને માત્ર ફ્રેન્ડ માનતો હોય છે. રાહુલ ટીના (રાની મુખર્જી) ને પ્રેમ કરતો હોય છે. અંજલી પ્રેમનો એકરાર કરે તે પહેલા તેને ખબર પડે છે કે રાહુલ અને ટીના એકબીજાને પ્રેમ કરતા હોય છે. એકતરફી પ્રેમ કરતી અંજલીનું દિલ તૂટે છે જેમાં કાજોલે અભિનયમાં પ્રાણ ફૂંકી દીધા છે. ટીનાના મોતના વર્ષો બાદ રાહુલને અહેસાસ થાય છે કે અંજલી તેને પ્રેમ કરે છે અને તે પણ તેને પ્રેમ કરવા લાગે છે. ફિલ્મના અંતમાં બંને એક થઈ જાય છે. 'કુછ કુછ હોતા હૈ' ફિલ્મમાં  એકતરફી પ્રેમની કહાનીનું એન્ડિંગ હેપ્પી થાય છે. 

fallbacks

ડર (1993)
ડર ફિલ્મ માટે શાહરૂખ ખાને ભજવેલો યાદગાર અભિનય કોઈ ભૂલી ન શકે. ડર ફિલ્મમાં શાહરૂખે એવા પ્રેમીનું પાત્ર ભજવ્યું જે તેની પ્રેમિકાને મેળવવા માટે કઈ પણ હદે જવા તૈયાર હતો. રાહુલનો કિરણ પ્રત્યેનો એકતરફી પ્રેમ ઝનૂનમાં ફેરવાઈ ગયો. ફિલ્મમાં ભલે સની દેઓલ હિરો હતા પરંતું શાહરૂખે વિલનના કિરદારમાં એવો અભિનય કર્યો કે ડર ફિલ્મની વાત આવે ત્યારે શાહરૂખ ખાનને યાદ કરવામાં આવે. જ્યારે પ્રેમિકા ઈન્કાર કરે ત્યારે એકતરફી પ્રેમી તેને મેળવવા માટે કઈ હદે જાય છે અને સામેવાળા પાત્રને શારિરિક અને માનસિક ત્રાસ આપે છે. એકતરફી પ્રેમમાં ઝનૂની બનનારાઓ માટે આ ફિલ્મ ચેતવણી સમાન છે. 

fallbacks

કભી હા કભી ના (1994)
જ્યારે એકતરફી અને નિર્દોષ પ્રેમની વાત આવે ત્યારે સૌથી પહેલા શાહરૂખ ખાનની ક્લાસિક ફિલ્મ કભી હા કભી ના યાદ આવે. ફિલ્મમાં સુનિલ (શાહરૂખ ખાન) આના (સૂચિત્રા કૃષ્ણામૂર્તિ)ને ખૂબ પ્રેમ કરતો હોય છે પરંતું તે ક્રિશ (દિપક તિજોરી)ને પ્રેમ કરે છે. ફિલ્મમાં સુનિલને આના ફ્રેન્ડઝોનમાં મૂકી દે છે. સુનિલ આના અને ક્રિશને અલગ કરવા માટે તેમના વચ્ચે ગેરસમજ ઉભી કરી ઝઘડો કરાવે છે. આનાને હકીકતની જાણ થતા તે સુનિલથી નારાજ થાય છે. પરંતું અંતમાં સુનિલ જ આનાના લગ્ન ક્રિશ સાથે કરાવે છે.  આ ફિલ્મ શીખ આપે છે કે પ્રેમ આઝાદ હોય છે તેમાં દબાણ ન હોઈ શકે.

fallbacks

આ પણ વાંચો:
ગુજરાતમાં કોંગ્રેસ મહિલા નેતા દારૂના ધંધામાં મદમસ્ત, વિદેશી બ્રાન્ડ મંગાવતી અને પછી.
અસમથી અરૂણાચલ સુધી સાત વર્ષમાં ભાજપે પૂર્વોત્તરમાં બનાવ્યો દબદબો
ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપ બનાવશે સરકાર, મેઘાલયમાં NPP સાથે કરશે ગઠબંધન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More