Home> Entertainment
Advertisement
Prev
Next

બોલિવૂડની આ ટોચની અભિનેત્રી રાહુલ ગાંધીને કરવા માંગતી હતી ડેટ, આજે ખાનને બદલે ગાંધી હોત!

Kareena Kapoor Viral Video: અભિનેત્રી હંમેશા પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. એકવાર તેણે રાહુલ ગાંધીને ડેટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ વીડિયો ભારે વાયરલ થયો હતો. 

બોલિવૂડની આ ટોચની અભિનેત્રી રાહુલ ગાંધીને કરવા માંગતી હતી ડેટ, આજે ખાનને બદલે ગાંધી હોત!

Kareena Kapoor Video: બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર એની ફિલ્મો કરતાં એના અંગત જીવનને કારણે ભારે ચર્ચામાં રહે છે. અભિષેક બચ્ચન સાથે ફિલ્મી કારકીર્દી શરૂ કરનાર કરીનાએ પોતાનાથી મોટા સૈફ અલિખાન સાથે લગ્ન કરી સૌને ચોંકાવી દીધા હતા. કરીના કપૂર ઘણા વિવાદો માટે પણ જાણીતી છે. કરીનાએ પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. જેના કારણે આજે પણ લોકો તેને પસંદ કરે છે. કરીના કપૂરનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રાહુલ ગાંધીને ડેટ કરવાની ઈચ્છા વ્યક્ત કરતી જોવા મળી રહી છે.

fallbacks

તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાન સાથે લગ્ન પહેલાં કરીના શાહિદ કપૂરને ડેટ કરતી હતી, ઘણા વર્ષો સુધી ડેટ કર્યા બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. તે પછી સૈફ અલી ખાને કરીનાના જીવનમાં પ્રવેશ કર્યો. કરીના અને સૈફે ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ લગ્ન કર્યા હતા. આ દંપતીને હવે બે પુત્રો છે. કરીના તેની ફેમિલી લાઈફને ખૂબ એન્જોય કરી રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર ટૂંક સમયમાં ધ બકિંગહામ મર્ડર્સમાં જોવા મળશે. આ ફિલ્મ 13 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

કરીના કપૂરનો આ વીડિયો સિમી ગ્રેવાલના ચેટ શોનો છે. સિમી ગ્રેવાલના ચેટ શોમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ જતા હતા. જ્યાં તે પોતાના અંગત જીવન સાથે જોડાયેલી ઘણી બાબતોનો ખુલાસો કરતો હતો.

કરીના રાહુલ ગાંધીને ડેટ કરવા માંગતી હતી
સિમી ગ્રેવાલે તેના ચેટ શોમાં પૂછ્યું હતું કે દુનિયામાં એક વ્યક્તિનું નામ જણાવો જેને તમે ડેટ કરવા માંગો છો. કરીનાએ વિના સંકોચે રાહુલ ગાંધીનું નામ લીધું. રાહુલનું નામ લીધા બાદ કરીનાએ કહ્યું કે તે તેને વધુ જાણવા માંગે છે. કરીનાનો જવાબ સાંભળીને સિમી ગ્રેવાલ પણ ચોંકી ગઈ હતી.

લોકોને પણ આંચકો લાગ્યો હતો
કરીના કપૂરના આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- રાહુલ તે સમયે ખૂબ જ હેન્ડસમ હતો. જ્યારે બીજાએ લખ્યું - તે સમયે તે હોટ હતો. તમે કરીનાને દોષ આપી ન શકો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More