Home> Entertainment
Advertisement
Prev
Next

દંગલ ગર્લને આમિર નહીં પણ આ ખાન સાથે કામ કરવામાં રસ છે! જાણો કોણ છે ફાતિમાનું ફેવરિટ

Fatima sana shaikh: આમિર ખાન નહીં પરંતુ બોલિવૂડના આ ખાન સાથે કામ કરવા માંગે છે ફાતિમા સના શેખ, જાણો તે અભિનેતા વિશે કે કોણ છે ફાતિમાનો ફેવરિટ એક્ટર...

દંગલ ગર્લને આમિર નહીં પણ આ ખાન સાથે કામ કરવામાં રસ છે! જાણો કોણ છે ફાતિમાનું ફેવરિટ

Fatima sana shaikh: ફાતિમા સના શેખ...જે બોલીવુડમાં દંગલ ગર્લ તરીકે જાણીતી બની. આમિર ખાનની દંગલ મૂવીમાં જેણે રેસ્લર ગીતા ફોગાટની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં આમિર ખાન તેના પિતાના કિરદાર એટલેકે, મહાવીર સિંહ ફોગાટની ભૂમિકામાં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મથી ફાતિમા સના શેખ ખુબ લાઈમ લાઈટમાં આવી હતી. જોકે, આ ફિલ્મ બાદ પણ આ અભિનેત્રી બીજા એક કારણસર ખુબ ચર્ચામાં આવી અને એ કારણ છે આમિર ખાન સાથે તેના સંબંધો. આમિરે પોતાની પત્ની કિરણ રાવને તલાક આપ્યાં અને હવે ફાતિમા સાથે તેનું અફેર ચાલે છે તેવી ચર્ચાઓ છે. આ ચર્ચાની વચ્ચે ફાતિમા સના શેખના એક સ્ટેટમેન્ટમાં સામે આવ્યું છેકે, તેને આમિર ખાન નહીં પણ શાહરુખ ખાન ગમે છે. તેને શાહરુખ ખાન સાથે કામ કરવામાં રસ છે.

fallbacks

ઉલ્લેખનીય છેકે, ફિલ્મ દંગલ થી પોતાના કરિયર ની શરૂઆત કરનાર અભિનેત્રી ફાતિમા સના શેખ હવે વિકી કૌશલ સાથે સેમ બહાદુર માં જોવા મળશે. આ દરમિયાન મીડિયા ને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન ફાતિમા એ શાહરુખ ખાન સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બોલિવૂડ અભિનેત્રી ફાતિમા સના શેખ એ પોતાના કરિયર ની શરૂઆત એક બાળ કલાકાર તરીકે કરી હતી. પરંતુ એક અભિનેત્રી તરીકે મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન સાથે ફિલ્મ ‘દંગલ’થી પોતાના કરિયરની શાનદાર શરૂઆત કરી હતી. 

બન્ને દંગલ ગર્લને ગમે છે કિંગખાનઃ
આમિર ખાન સાથે ‘દંગલ’ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરનાર બે અભિનેત્રીઓ એટલે કે ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા ‘સેમ બહાદુર’માં ફરી સાથે કામ કરતી જોવા મળશે. બંનેની જોડી ફરી એકવાર સ્ક્રીન પર ધૂમ મચાવતી જોવા મળશે. ખાસ વાત એ છે કે ફાતિમા અને સાન્યાના સપના એકબીજાને મળતા આવે છે. સાન્યાએ શાહરૂખ ખાન સાથે ‘જવાન’માં કામ કરીને પોતાનું સપનું પૂરું કર્યું છે,હવે જોવાનું એ રહેશે કે, શું સાન્યા ની જેમ ફાતિમા નું પણ શાહરુખ ખાન સાથે કામ કરવાનું સપનું પૂરું થશે? 

દંગલ ફિલ્મ બાદ ફાતિમા અને આમિર ખાન ના અફેર ની અફવાઓ વહેવા લાગી. એક તરફ જ્યાં ફાતિમા તેની પર્સનલ લાઈફ ની સાથે સાથે તેની પ્રોફેશનલ લાઈફ ને લઇ ને પણ ચર્ચામાં રહે છે.ફાતિમા ટૂંક સમયમાં ‘સેમ બહાદુર’ સાથે દર્શકોનું મનોરંજન કરવા પરત ફરી રહી છે. હવે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ફાતિમાએ બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ફાતિમાએ કહ્યું હતું કે તેને આશા છે કે એક દિવસ તેને શાહરૂખ ખાન સાથે કામ કરવાની તક મળશે.ફાતિમા સના શેખે એમ પણ કહ્યું કે શાહરૂખ ખાન સાથે કામ કરવું એ તેની બકેટ લિસ્ટનો એક ભાગ છે, જેને તે પૂર્ણ કરવા માંગે છે. આ ઉપરાંત તેણે ‘સેમ બહાદુર’ના નિર્દેશક મેઘના ગુલઝારની પણ પ્રશંસા કરી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More