Home> Entertainment
Advertisement
Prev
Next

Poonam Pandey અંગે સૌથી મોટો ધડાકો! જાણો કોણે આપ્યો હતો ફેક ડેથ ન્યૂઝ સ્ટંટનો આઈડિયા

Poonam Pandey Zee Exclusive: થોડા દિવસો પહેલા પૂનમ પાંડેએ 'સર્વિકલ કેન્સર' વિશે જાગૃતિ લાવવા માટે તેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા હતા. આ અંગે સૌથી મોટો ખુલાસો થયો છે. ખુદ પૂનમ પાંડે એ આ અંગે ખુલાસો કર્યો છે. જાણો વિગતવાર...

Poonam Pandey અંગે સૌથી મોટો ધડાકો! જાણો કોણે આપ્યો હતો ફેક ડેથ ન્યૂઝ સ્ટંટનો આઈડિયા

Poonam Pandey Zee Exclusive: બોલીવુડની જાણીતી અભિનેત્રી પૂનમ પાંડે અંગે સૌથી મોટો ધડાકો થયો છે. આ સમાચાર સાંભળીને તમારા પગ નીચેથી જમીન પણ સરકી જશે. તાજેતરમાં પૂનમ પાંડેના ફેક ડેથ ન્યૂઝ ફરતા થયા હતાં. બાદમાં આ એક સ્ટંટ હોવાનું ખુલ્યું હતું. પણ શું તમે જાણો છો કે, કોણ છે આ ફેક ડેથ સ્ટંટ પાછળનો બેજાબાજ. 2 ફેબ્રુઆરીએ પૂનમ પાંડેએ તેના ઇન્સ્ટાગ્રામ દ્વારા તેના મૃત્યુના સમાચાર શેર કર્યા હતા. આ પછી તેને ટ્રોલ કરવામાં આવી હતી. 'ઝી ન્યૂઝ'ને એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ આપતાં તેણે આ મામલે મોટો ધડાકો કર્યો છે.

fallbacks

આખો દિવસ સોશિયલ મીડિયા અને ટીવી મીડિયા પર અને તમામ સમાચાર માધ્યમોમાં પૂનમના નામની બૂમ પડી ગઈ હતી. ત્યારે સમગ્ર ઘટના અંગે અભિનેત્રી પૂનમ પાંડેએ પોતે જ મોટો ધડાકો કર્યો છે. સમગ્ર ઘટના અંગે ખુદ પૂનમ પાંડે એ બીજા દિવસે તેણે વીડિયો શેર કર્યો અને કહ્યું કે તે જીવિત છે અને તેણે આ માત્ર જાગૃતિ ફેલાવવા લોકોમાં કેન્સર અંગે અવેરનેસ લાવવા માટે આમ કર્યું હોવાની વાત કરી હતી. જોકે, પૂનમ પાંડેનો આવો વીડિયા સામે આવ્યાં બાદ લોકોએ તેને ખુબ જ ટ્રોલ કરી હતી. મીડિયાએ પણ તેની આ હરકતની ભારે ટિકા કરી હતી. ત્યારે હાલમાં જ 'ઝી ન્યૂઝ'ને એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ આપતાં પૂનમ પાંડેએ અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો કર્યો છે. 

 

 

પૂનમ પાંડેને કોઈ અફસોસ નથીઃ
જોકે, પૂનમ પાંડે એ તેના ઈન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું કે તેણે તો લોકોની ભલાઈ માટે આવું કર્યું હતું. 17 વર્ષની ઉંમરે વર્લ્ડ કપવાળા વિવાદ વિશે વાત કરતાં પૂનમ કહે છે કે તેણે જે કર્યું તેનો તેને કોઈ પસ્તાવો નથી. આ પછી તે કહે છે કે જો તમે મારા જૂના કામ માટે મને ટ્રોલ કરી રહ્યા છો, તો હું તમને કહેવા માંગુ છું કે મારા અભિયાનથી લોકોને પણ ફાયદો થયો છે.

પૂનમની માતાને કેન્સર હતું-
પૂનમ કહે છે, "મારી માતાને કૅન્સર થયું ત્યારે મારા પિતાની બધી બચત તેમની સારવાર પાછળ ખર્ચાઈ ગઈ હતી. જ્યારે કોઈ રોગ તમારા ઘરના દરવાજે દસ્તક દે છે, ત્યારે તમને ખબર પડે છે. ભારતમાં લોકોના ઘરે મેડિકલ ઈન્શ્યોરન્સ નથી. ત્યારે આ સ્થિતિ ખુબ જ ભયાનક હોય છે."

 

 

બબીતા ​​ફોગટે વખાણ કર્યા હતા-
પૂનમ કહે છે, "ફેક ડેથ સ્ટંટ માત્ર એક સારા હેતુ માટે કરવામાં આવ્યો હતો. સર્વાઇકલ કેન્સર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહ્યું હતું. બબીતા ​​ફોગાટે મને મેસેજ કર્યો અને કહ્યું કે તમે ખૂબ સારું કામ કર્યું છે. ફક્ત ટ્રોલ્સને જોશો નહીં. આ સિવાય બીજા સારા પાસા પણ છે."

મેં મારી માતાને પહેલા કહ્યું...
પૂનમ કહે છે, "જ્યારે હું આ કેમ્પેઈન વિશે વિચારી રહી હતી ત્યારે સૌથી પહેલાં મે મારી મમ્મીને આ અંગે વાત કરી હતી. જોકે, મારી મમ્મીએ પણ મને કહ્યું હતુંકે, આ એક ગાંડપણવાળી વાત છે. મેં તેને કહ્યું કે મમ્મી મહિલાઓને આ બીમારી આ રોગ વિશે ખબર નથી. હું તેમનું ભલું કરવા માંગુ છું. ત્યાર બાદ મારી મમ્મીને મારા આ કામ પર ગર્વ થયો. તેથી મને બીજા કોઈની પરવા નથી."

આ આઈડિયા કોણે આપ્યો?
પૂનમ કહે છે કે જો તે ઈચ્છતી તો તે ગાયબ થઈ શકી હોત, પરંતુ તેણે તેમ કર્યું નહીં. આ સમગ્ર આયોજન પાછળ શબેન એજન્સીનો હાથ છે. તેણે આ વિચાર અભિનેત્રીની સામે મૂક્યો હતો. તેણે એ પણ જણાવ્યું કે તેણે આ કામ બિલકુલ ફ્રીમાં કર્યું છે. એક પૈસો પણ લેવામાં આવ્યો નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More