Janhvi Kapoor Angry Video: શ્રીદેવી અને બોનીકપુરની પુત્રી અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી જ્હાન્વી કપૂર તેની બોલ્ડનેસને કારણે જાણીતી છે. પર છવાયેલી છે. અવારનવાર તે સોશિયલ મીડિયામાં પોતાના ડિફરન્ટ લૂક્સના ફોટો શેર કરતી રહી છે. જ્હાન્વી કપૂરને ફેશનની સાથે પાર્ટીનો પણ ખૂબ શોખ છે. આ અભિનેત્રી ઘણીવાર તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળે છે. આ એપિસોડમાં તાજેતરમાં ફરી એકવાર જ્હાન્વી કપૂર તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી હતી. આ દરમિયાન જ્હાન્વી કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો:
જાન્હવી કપૂર તેના બોયફ્રેન્ડ ઓરહાન અવત્રામાની સાથે પાર્ટી કર્યા પછી એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. જાન્હવી, જે હંમેશા મીઠી સ્મિત સાથે પેપ્સનું સ્વાગત કરે છે, તે આ વખતે મૂડલેસ દેખાઈ અને સીધી દોડીને કારમાં બેસીને નીકળી ગઈ. બીજી તરફ, ઓરહાન રેસ્ટોરન્ટના એન્ટ્રી ગેટ પર દોડી આવ્યો અને ત્યાં ઉભો રહીને ઉભો રહીને જાન્હવી જાન્હવી કરીને બૂમો પાડતો રહી ગયો.
ગુસ્સામાં દેખાઈ જ્હાનવીઃ
જ્હાન્વી કપૂરનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા યુઝર્સમાં એવી ચર્ચા થઈ રહી છે કે એક્ટ્રેસનો મૂડ એકદમ ઑફ દેખાઈ રહ્યો છે. આ સાથે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાં જ્હાન્વી કપૂર અને તેના બોયફ્રેન્ડ વચ્ચે ઝઘડો થયો હતો, જેના કારણે અભિનેત્રી આટલા ગુસ્સામાં જોવા મળી રહી છે.
જ્હાનવી કપૂરની ફિલ્મો:
જ્હાન્વી કપૂર તેની સુંદરતા અને શાનદાર અભિનય કૌશલ્યને કારણે લોકપ્રિય છે. જાન્હવીએ 'ગુડ લક જેરી', 'ધડક', 'રૂહી', 'ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ' જેવી સારી-સારી ફિલ્મોમાં અભિનય કર્યો. ઘણીવાર તેણે સાબિત કર્યું છે કે તે તેની માતા શ્રીદેવીની કોપી છે. અસલ એના જેવો જ અભિનય પણ કરે છે.
જ્હાનવી કપૂરનું અંગત જીવન:
અંગત જીવનની વાત કરીએ તો જાહ્નવી કપૂર પહેલા તેના 'ધડક'ના કો-સ્ટાર ઈશાન ખટ્ટર સાથે રિલેશનશિપમાં હતી. જો કે, બંને જલ્દીથી અલગ થઈ ગયા અને જાહ્નવીએ અક્ષત રાજનને ડેટ કરવાનું શરૂ કર્યું, પરંતુ બંને વચ્ચે કંઈ જામ્યું નહીં અને તેઓએ બ્રેકઅપ કરવાનો નિર્ણય કર્યો. ઉપરાંત, તાજેતરના અપડેટ એ છે કે જાહ્નવી કથિત રીતે ઓરહાન અવત્રામાણીને ડેટ કરી રહી છે અને બંને ઘણીવાર સાથે જોવા મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે