Home> Entertainment
Advertisement
Prev
Next

14 વાર કોશિશ કરવા છતાં ગર્ભવતી બની શકી નહીં આ અભિનેત્રી, સલમાન ખાનની એક સલાહથી થયો ચમત્કાર!

Kashmira Shah Krushna Abhishek Life Facts: કાશ્મીરા શાહ અને કૃષ્ણા અભિષેક ટીવી ઈન્ડસ્ટ્રીના ચર્ચિત કપલ્સ છે. કાશ્મીરા અને કૃષ્ણાનું બોન્ડિંગ ખુબ જ શાનદાર છે. કપિલ શર્માના શો દરમિયાન અનેકવાર આ બંનેની પ્રેમભરી કેમિસ્ટ્રી લોકોને જોવા મળે છે.

14 વાર કોશિશ કરવા છતાં ગર્ભવતી બની શકી નહીં આ અભિનેત્રી, સલમાન ખાનની એક સલાહથી થયો ચમત્કાર!

Kashmira Shah Krushna Abhishek Life Facts: કાશ્મીરા શાહ અને કૃષ્ણા અભિષેક ટીવી ઈન્ડસ્ટ્રીના ચર્ચિત કપલ્સ છે. કાશ્મીરા અને કૃષ્ણાનું બોન્ડિંગ ખુબ જ શાનદાર છે. કપિલ શર્માના શો દરમિયાન અનેકવાર આ બંનેની પ્રેમભરી કેમિસ્ટ્રી લોકોને જોવા મળે છે. જો કે આજે અમે તમને કાશ્મીરા અને કૃષ્ણા અભિષેકના માતા પિતા બનવાની કહાની અંગે જણાવીશું. જે રસપ્રદ છે. કાશ્મીરા અને કૃષ્ણાના લગ્ન 2013માં થયા હતા. લગ્નના ચાર વર્ષ બાદ 2017માં આ બંને માતા પિતા બન્યા હતા. જો કે માતા પિતા બનવું એ તેમના માટે સરળ નહતું. 

fallbacks

14 વાર કરી હતી કોશિશ
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કાશ્મીરાએ એક કે બે વાર નહીં પરંતુ 14 વાર ગર્ભવતી બનવાની કોશિશ કરી હતી પરંતુ તેને સફળતા મળી શકી નહતી. વારંવાર મળી રહેલી નિષ્ફળતાના પગલે કાશ્મીરાએ IVF ટેક્નોલોજીથી પણ પ્રેગનેન્ટ થવાની કોશિશ કરી હતી. એવું કહેવાય છે કે IVF ના કારણે કાશ્મીરાનું વજન પણ ખુબ વધી ગયું હતું. જો કે આ બધા વચ્ચે સલમાન ખાને કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહને એક એવી સલાહ આપી હતી જેના કારણે તેમનું જીવન બદલાઈ ગયું હતું. 

કેમ જોવા મળી રહ્યું છે મેઘતાંડવ? જાણો કોણે આગમાં ઘી હોમવાનું કામ કર્યું, 5 કારણો

આજથી આ 3 રાશિવાળાનો થશે ભાગ્યોદય, બુધ અપાવશે અપાર સફળતા, પ્રગતિ અને છપ્પરફાડ ધન

સલમાનની સલાહ બાદ કૃષ્ણા અભિષેકના ઘરે કિલકારીઓ ગૂંજી
રિપોર્ટ્સનું માનીએ તો સલમાન ખાને કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહને સલાહ આપી હતી કે સરોગસી દ્વારા બેબી પ્લાન કરો. એવું કહેવાય છે કે સલમાન ખાનની સલાહ પર આગળ વધતા કાશ્મીરા અને કૃષ્ણા સરોગસીથી બે બાળકોના માતા પિતા બન્યા. કહેવાય છે કે કાશ્મીરા તેના ફિગરને લઈને ખુબ કોન્શિયસ હતી જેના કારણે તેણે સરોગસીનો વિકલ્પ પસંદ કર્યો હતો. જો કે કાશ્મીરાનું માનીએ તો એવું કશું જ નહતું અને આ માત્ર એક અફવા હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More