Home> Entertainment
Advertisement
Prev
Next

Pinky Faraar First Look: પોતાના ક્રાઇમ પાર્ટનર સંદીપની સાથે 'પિંકી' થયો ફરાર, જુઓ ફર્સ્ટ લુક


ફિલ્મના પોસ્ટરને અર્જુન કપૂરે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી જારી કર્યાં છે. પોસ્ટરને શેર કરતા તેણે લખ્યું, 'મળો મારા પાર્ટનર ઇન ક્રાઇમ સંદીપ કૌર ઉર્ફ પરિણીતિ ચોપડાને.
 

Pinky Faraar First Look: પોતાના ક્રાઇમ પાર્ટનર સંદીપની સાથે 'પિંકી' થયો ફરાર, જુઓ ફર્સ્ટ લુક

નવી દિલ્હીઃ Pinky Faraar First Look: અર્જુન કપૂર અને પરિણીતિ ચોપડા સ્ટારર ફિલ્મ 'પિંકી ફરાર'નું પોસ્ટર આખરે રિલીઝ થઈ ગયું છે. છેલ્લા લાંબા સમયથી લટક્યા બાદ હવે ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. ફિલ્મ હવે 20 માર્ચે રિલીઝ થશે. 'પિંકી ફરાર'ના બે પોસ્ટર એક સાથે રિલીઝ કરવામાં આવ્યા છે. બંન્ને એક્ટર્સના અલગ-અલગ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે. 

fallbacks

ફિલ્મના પોસ્ટરને અર્જુન કપૂરે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી જારી કર્યાં છે. પોસ્ટરને શેર કરતા તેણે લખ્યું, 'મળો મારા પાર્ટનર ઇન ક્રાઇમ સંદીપ કૌર ઉર્ફ પરિણીતિ ચોપડાને. ફિલ્મ 20 માર્ચે રિલીઝ થશે.' આ સિવાય અર્જુન કપૂરે પોતાની ભૂમિકા વિશે લોકોને જણાવ્યું હતું. તેણે લખ્યું, 'મળો પિંકી દહિયા ઉર્ફ સંદીપનો ફરાર પાર્ટનર.' પોસ્ટરમાં બંન્ને એક્ટર એક લુકમાં જોવા મળી રહ્યાં છે. 

ત્રીજીવાર એક સાથે જોવા મળશે
આ પહેલા પણ અર્જુન કપૂર અને પરિણીતિ ચોપડા એક સાથે સ્ક્રીન પર જોવા મળ્યા હતા. પ્રથમવાર બંન્નેએ 'ઇશ્કજાદે'માં એક સાથે કામ કર્યું હતું. આ અર્જુન કપૂરનું અભિનેતા તરીકે બોલીવુડમાં પર્દાપણ હતું. તો પરિણીતિની આ બીજી ફિલ્મ હતી. તો આ પહેલા બંન્ને રિકી બહલ વર્સેસ લેડીઝમાં કામ કરી ચુક્યા છે. ઇશ્કજાદે દર્શકોને પસંદ આવી હતી. ત્યારબાદ બંન્નેની જોડી નમસ્તે લંડનમાં જોવા મળી હતી. હવે ત્રીજીવાર બંન્ને દર્શકોને મનોરંજન કરાવવા માટે તૈયાર છે. 

દિબાકર બેનર્જી છે ડાયરેક્ટર
પિંકી ફરારનું ડાયરેક્શન દિબાકર બેનર્જીએ કર્યું છે. દિબાકર આ પહેલા બંન્નેની સાથે ઇશ્કજાદે બનાવી ચુક્યા છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર હરિયાણવી પોલીસની ભૂમિકામાં છે, જ્યારે પરિણીતિ ચોપડા કોર્પોરેડ વર્લ્ડમાં કામ કરનારી એક યુવતી બની છે. ફિલ્મ બે અલગ-અલગ બેકગ્રાઉન્ડથી આવેલા લોકોની લવ સ્ટોરી છે. હવે જોવાનું તે રહેશે કે દર્શકોને કેટલી પસંદ આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો બોલીવુડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More