Home> Entertainment
Advertisement
Prev
Next

રણવીર સિંહની 'સિંબા' 12માં દિવસે 200 કરોડની ક્લબમાં સામેલ

વર્ષ 2018ના અંતિમ શુક્રવારે રિલીઝ થયેલી રણવીર સિંહની સિંબા બીજા સપ્તાહે પણ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. 

રણવીર સિંહની 'સિંબા' 12માં દિવસે 200 કરોડની ક્લબમાં સામેલ

નવી દિલ્હીઃ બોલીવુડ બોક્સ ઓફિસ પર 2018ના અંતિમ શુક્રવારે રિલીઝ થયેલી રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મ સિંબાનો જાદૂ દર્શકો પર છવાયો છે. ફિલ્મએ રિલીઝ પહેલા 20.72 કરોડ રૂપિયાની કમાણી સાથે શાનદાર શરૂઆત કરી હતી. તો હવે ફિલ્મએ બોક્સ ઓફિસ પર ડબલ સદી ફટકારી દીધી છે. પાંચમાં દિવસે 100 કરોડની ક્લબમાં સામેલ થનારી ફિલ્મએ હવે પોતાના 12મા દિવસે બેવડી સદી મારી દીધી છે. 

fallbacks

વર્ષ 2018ની શરૂઆતમાં જ્યાં રણવીર સિંહે ફિલ્મ પદ્માવતથી 300+ કરોડનો વ્યાપાર કરીને શરૂઆત કરી હતી તો વર્ષના અંતમાં તેણે સિંબાથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન વિશે જણાવતા ટ્વીટ કર્યું છે. 

ડાયરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ સિંબાએ  દિવસમાં 100 કરોડનો આંકડો પાર કર્યો તો હવે 12માં દિવસે 200 કરોડનો વ્યાપાર કરી લીધો છે. બોક્સ ઓફિસ પર ફિલ્મએ 202 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More