Home> Entertainment
Advertisement
Prev
Next

#ArrestJubinNautiyal: બોલીવુડ સિંગર જુબિન નૌટિયાલની ધરપકડની માંગ, જાણો શું છે આ પાછળ કારણ

Jubin Nautiyal: ટ્વિટર પર જુબિન નૌટિયાલની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જાણો આ પછાળ કારણ શું છે અને કેમ સિંગરને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

#ArrestJubinNautiyal: બોલીવુડ સિંગર જુબિન નૌટિયાલની ધરપકડની માંગ, જાણો શું છે આ પાછળ કારણ

Jubin Nautiyal Troll on Twitter: બોલીવુડના જાણીતા સિંગર જુબિન નૌટિયાલે એકથી એક શાનદાર હિટ નંબર્સ ગીતો ગાયા છે. જેમાં 'દિલ ગલતી કરત બેઠા હૈ', 'તુમ હી આના', 'લુટ ગએ', 'બેવફા તેરા માસૂમ ચેહરા', 'તારો કે શહેર' અને 'રાતા લંબિયા' આ ઉપરાંત ઘણા હિટ ગીતો ગાયા છે. આ ગીતોને લઇને લોકોના દિલોમાં જગ્યા બનાવનાર જુબિન નૌટિયાલ એક મુશ્કેલીમાં મુકાયો છે. જુબિનનો ટુક સમયમાં યુએસમાં કોન્સર્ટ થવાનો છે. પરંતુ કોન્સર્ટના થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર જુબિનને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જેના પાછળનું કારણ જુબિન નૌટિયાલના કોન્સર્ટના આયોજકમાં સામેલ એક શખ્સનું નામ છે.

fallbacks

23 સપ્ટેમ્બરના યુનાઈટેડ સ્ટેટ્સમાં છે કોન્સર્ટ
જુબિન નૌટિયાલની સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં જુબિનના અપકમિંગ કોન્સર્ટ જે 23 સપ્ટેમ્બરના છે તેની જાણકારી લખી છે. આ પોસ્ટરને રેહાન સિદ્દીકી નામના શખ્સે ટ્વિટર પર શેર કરી છે. આ પોસ્ટરને શેર કરતા લખ્યું છે- મારા ફેવરેટ સિંગર હોસ્ટન આવી રહ્યા છે. ગ્રેટ જોબ જય સિંહ. તમારા શાનદાર પ્રેઝનટેશનની રાહ જોઈ રહ્યા છીએ. આ ટ્વીટના કેપ્શનમાં જય સિંહ નામના કારણે જુબિન નૌટિયાલને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો:- Twitter લાવ્યું ધમાકેદાર ફીચર, Tweet કરતા જ Instagram અને Snapchat પર આપોઆપ થશે પોસ્ટ

આખરે કોણ છે જય સિંહ
જય સિંહ વોન્ટેડ છે જેની શોધ ચંડીગઢ પોલીસ છેલ્લા 30 વર્ષથી કરી રહી છે. જય સિંહ ઉપર વીડિયો પાઈરેસી અને ડ્રગ્સ તસ્કરીનો આરોપ છે. જય મુખ્ય રીતે પંજાબનો રહેવાસી છે પરંતુ હવે યુએસમાં રહી રહ્યો છે.

અરેસ્ટ જુબિન નૌટિયાલ થઈ રહ્યું છે ટ્રેન્ડ
વોન્ટેડ જય સિંહના જુબિન નૌટિયાલના કોન્સર્ટમાં સામેલ થવાના કારણે જુબિનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. સાથે જ પણ #ArrestJubinNautiyal ટ્રેન્ડ થઈ રહ્યું છે.

આ પણ વાંચો:- ખુશાલ રિલેશનશીપ લાગી રહ્યું છે ગ્રહણ, નજરઅંદાજ ના કરો આ વાતો

ઋતિક રોશન નામના એક યુઝરે સોશિયલ મીડિયા પર જુબિનના આ પોસ્ટરને શેર કરતા લખ્યું- 'આ બોલીવુડનો અસલી ફેસ છે' #ArrestJubinNautiyal 

હર્ષિતા નામની યુઝરે લખ્યું- આ એક બ્લેકલિસ્ટેડ પર્સનની સાથે કામ કરી રહ્યો છે. ખુબ જ શર્મજનક છે. #ArrestJubinNautiyal 

જિતેન નામના યુઝરે લખ્યું- જે પણ ખોટું કામ કરે તે તમામને જેલમાં નાખવા જોઇએ. પછી ભલે તે સામાન્ય માણસ હોય કે પછી સેલિબ્રિટી. #ArrestJubinNautiyal

વેદિક નામના યુધઝરે લખ્યું- આ પ્રકારના તમામ બોલીવુડ સાથે જોડાયેલા લોકોને બોયકોટ કરવા જોઇએ. #ArrestJubinNautiyal

વધુ એક યુઝરે લખ્યું- મને તો આ વાત પર વિશ્વાસ થઈ રહ્યો નથી કે જુબિનને જય અને રેહાન પૈસા આપે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More