Home> Entertainment
Advertisement
Prev
Next

ટોપ અભિનેત્રીને જિતેન્દ્રએ ગણાવી હતી 'ટાઈમ પાસ', સંબંધનો આવી ગયો હતો અંત!

તે સમયે બોલીવુડમાં આ બંનેના પ્રેમના કિસ્સા ખુબ સાંભળવા મળતા હતા. પરંતુ સંબંધમાં તિરાડ ત્યારે પડી જ્યારે જિતેન્દ્રએ એક જૂનિયર આર્ટિસ્ટની સામ અભિનેત્રીને 'ટાઈમ પાસ' કહી દીધુ હતું. 

ટોપ અભિનેત્રીને જિતેન્દ્રએ ગણાવી હતી 'ટાઈમ પાસ', સંબંધનો આવી ગયો હતો અંત!

બોલીવુડ અભિનેત્રી રેખાએ બહુ જ નાની ઉંમરમાં અભિનય શરૂ કરી દીધો હતો. આકરી મહેનતથી અભિનેત્રીએ હિન્દી ફિલ્મ જગતમાં પણ ખુબ નામના મેળવી. પરંતુ વિવાદોએ પણ પીછો ન હતો છોડ્યો. હંમેશા એર હોસ્ટેસ બનવાની ઈચ્છા ધરાવતી રેખાનું ભાગ્ય તેને એક્ટિંગમાં લઈ આવ્યું. ખુબ સંઘર્ષ બાદ ટોપ અભિનેત્રીની યાદીમાં સામેલ થઈ. લાંબા સફરમાં રેખાએ અનેક સુપરહિટ ફિલ્મો આપી અને કેટલાય અભિનેતાઓ સાથે રેખાનું નામ પણ જોડાયું. 

fallbacks

અભિનેતાએ કહી દીધુ હતુ ટાઈમ પાસ!
તમને જાણીને નવાઈ લાગશે કે એકવાર એક દિગ્ગજ અભિનેતાએ રેખાને ટાઈમ પાસ સુદ્ધા કહી દીધુ હતું. આ અભિનેતાનું નામ છે જિતેન્દ્ર. જી હા...રેખા સાથે જિતેન્દ્રનું ઘણા સમય સુધી અફેર પણ ચાલ્યું હતું. ફિલ્મ 'એક બેચારા'ના શુટિંગ દરમિયાન બંને વચ્ચે નીકટતા વધી હોવાનું કહેવાય છે. તે સમયે બોલીવુડમાં આ બંનેના પ્રેમના કિસ્સા ખુબ સાંભળવા મળતા હતા. પરંતુ સંબંધમાં તિરાડ ત્યારે પડી જ્યારે જિતેન્દ્રએ એક જૂનિયર આર્ટિસ્ટની સામ રેખાને 'ટાઈમ પાસ' કહી દીધુ હતું. 

આ વાતનો ઉલ્લેખ રેખાની બાયોગ્રાફી 'રેખા: ધ અનટોલ્ડ સ્ટોરી'માં પણ કરવામાં આવ્યો છે. જે યાસિર ઉસ્માને લખી છે. તેમાં લખવામાં આવ્યું છે કે રેખા અને જિતેન્દ્ર નો સંબંધ લાંબો સમય ચાલ્યો નહીં. જિતેન્દ્રએ જૂનિયર આર્ટિસ્ટ સામે રેખાને ટાઈમ પાસ કહ્યું હતું. 

પુસ્તકમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જ્યારે અભિનેતા જૂનિયર આર્ટિસ્ટ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે રેખાએ એ વાત સાંભળી લીધી હતી. જેને સાંભળીને તે સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી અને ઘણા સમય સુધી મેકઅપ રૂમમાં બેસીને રોતી રહી હતી. અત્રે જણાવવાનું કે રેખા હાલ તો અભિનયથી દૂર છે પરંતુ પોતાના લૂક્સના કારણે તે લાઈમલાઈટમાં રહેતી રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More