Home> Entertainment
Advertisement
Prev
Next

કાદર ખાનના નિધનથી બોલીવુડમાં શોકની લહેર, બીગબીએ શેર કરી ઇમોશનલ પોસ્ટ

બોલીવુડમાં અમિતાભ બચ્ચનને હીરો બનાવાનો શ્રેય કાદર ખાનને જાય છે. તેમના નજીકના દોસ્ત અને ગાઇડના નિધનથી અમિતાભ બચ્ચન દુખી છે. 

કાદર ખાનના નિધનથી બોલીવુડમાં શોકની લહેર, બીગબીએ શેર કરી ઇમોશનલ પોસ્ટ

નવી દિલ્હી: બોલીવુડમાં શ્રેષ્ઠ અને સીનિયર એક્ટર કાદર ખાનનું 81 વર્ષની ઉંમરે નિંધન થયું છે. લાંબી બીમારીને કારણે કાદર ખાન કેનેડાના ટોરંટોમાં સારવાર લઇ રહ્યા હતા. કાદરખાનના મૃત્યુંથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દુખની લહેર જોવા મળી રહી છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે અમિતાભ બચ્ચનને હીરો બનાવાનો શ્રેય કાદર ખાનને જાય છે. તેમના નજીકના દોસ્ત અને ગાઇડના નિધનથી અમિતાભ બચ્ચન દુખી છે. અમિતાભ બચ્ચને તેમના ટ્વિટર પર એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે. અમિતાભ બચ્ચન સિવાય પણ અન્ય બોલીવુડ સ્ટાર દ્વારા પણ કાદર ખાનને લઇને સોશિયલ મીડિયામાં શોક જાહેર કરાવમાં આવ્યો છે.

fallbacks

 

 

અમિતાભ બચ્ચને પોસ્ટ શેર કરાતા કહ્યું. કે કાદરખાન નથી રહ્યા... બહુ દુખ:દ સમાચાર છે. મારી લાગણીઓ તેમની સાથે છે. એક શાનદાર થિએટર કલાકાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો મોટો આર્ટીસ્ટ.... એક એકભૂત લેખક.. તથા મારી અનેક ફિલ્મોમાં સફળ ભાગીદાર તથા એક ગણિતજ્ઞ 

અનુપમ ખેરે દ્વારા એક વીડિયો મેસેજ આપીને કહ્યું કે કાદર ખાન આપણા દેશનો સૌથી શાનદાર કલાકાર હતા. તેમની સાથે કામ કરવાનો એક સારો અનુભવ મરી પાસે છે. કાદરખાન બહુ ઉમદા કલાકાર હતા. તેમનો મજાકીયો અંદાજ ખુબ સરસ હતો. કાદર ખાન મને બહુ યાદ આવશે.

 

 

કાબુલમાં થયો હતો જન્મ
કાદર ખાનનો જન્મ 1937માં અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. તેમણે બોમ્બે યુનિવર્સિટીથી સંબદ્ધ ઈસ્માઈલ યુસુફ કોલેજથી ડિગ્રી લીધી હતી, 1970ના દાયકામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પગ મૂકતા પહેલા એમ.એચ સાબુ સિદ્દીક કોલેજ ઓફ એન્જિનિયરિંગ, મુંબઈમાં સિવિલ એન્જિનિયરિંગના પ્રોફેસરના રૂપમાં વિદ્યાર્થીઓને ભણાવતા હતા. 

કાદર ખાને 250થી વધુ ફિલ્મોમાં ડાયલોગ્સ લખ્યાં
કાદર ખાને પોતાની ફિલ્મી કરિયરમાં 250થી વધુ ફિલ્મોમાં ડાયલોગ્સ લખ્યાં છે. તેમણે ડેબ્યુ વર્ષ 1973માં આવેલી દાગ ફિલ્મથી કર્યું હતું. આ ફિલ્મમાં તેમની ઓપોઝીટમાં રાજેશ ખન્ના હતા. એક ખાસ વાત એ છે કે, તે સમયની સુપરહીટ ફિલ્મ રોટીના ડાયલોગ્સ લખવા માટે રાજેશ ખન્ના અને મનમોહન દેસાઈએ તેમને 1.21 લાખ રૂપિયાની ફી આપી હતી. તે સમયે તેમની ફી વધુ ગણાતી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More