નવી દિલ્હી : હોલિવૂડ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમે ભારતમાં ધમાલ મચાવેલી છે. આ ફિલ્મની ટિકિટ બુક કરાવવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે અને એના મોટાભાગના શો હાઉસફુલ જઈ રહ્યા છે. આ ફિલ્મ રિલીઝના પહેલા દિવસથી ભારતીય બોક્સઓફિસ પર કમાણીના રેકોર્ડ તોડી રહી છે. લોકો બહુ લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા.
અર્જુન-મલાઇકાના લગ્ન વિશે પરિણીતીએ આપી દીધું મોટું નિવેદન
આ ફિલ્મ ભારતમાં હજી એક અઠવાડિયા પહેલાં જ રિલીઝ થઈ હતી અને એણે 260 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. મહત્વની વાત છે કે આ ફિલ્મની રિલીઝ પછી એની કમાણીના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે અને એમાં ક્યાંય ઘટાડો નથી થયો. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે આપેલી માહિતી પ્રમાણે ભારતની અંદર આ ફિલ્મે એક અઠવાડિયાની અંદર કુલ 260.40 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને આ રીતે ફિલ્મે 'બાહુબલી 2'નો એક અઠવાડિયામાં કુલ 247 કરોડ રૂપિયાની કમાણી કરવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
નજીકના ભવિષ્યમાં બે મોટી બોલિવૂડ ફિલ્મો રિલીઝ થવાની છે જેમાં બ્લેન્ક (3 મે) અને સ્ટુડન્ટ ઓફ ધ યર 2 (10 મે)નો સમાવેશ થાય છે. જો એવેન્જર્સ સિરીઝનો ફાઇનલ પાર્ટ એન્ડગેમ બોક્સઓફિસ પર અસરકારક સાબિત થયો તો આ બંને ફિલ્મોને સારું એવું નુકસાન થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે