નવી દિલ્હી : વરૂણ ધવન અને આલિયા ભટ્ટની જોડી કમાલ કરી ગઈ છે. ગઈ કાલે રિલીઝ થયેલી ફિલ્મની કમાણીના આંકડાએ સાબિત કરી દીધુંછે કે આ સંજય દત્ત-માધુરી દીક્ષિત તેમજ વરૂણ ધવન અને આલિયા ભટ્ટની જોડી બોક્સઓફિસ પર સુપરહિટ છે. આ ફિલ્મના ઓપનિંગ કલેક્શને ગલી બોયને પછાડીને બોક્સઓફિસનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. આ ફિલ્મને દર્શકોના અને ક્રિટિક બંનેના ખરાબ રિવ્યુ મળ્યા હોવા છતાં ફિલ્મે બોક્સ
મહાવીર જયંતિ અને ગુડ ફ્રાઈડેની રજાનો ફાયદો મળી શકે તે આશયથી ફિલ્મને શુક્રવારને બદલે બુધવારે રીલીઝ કરવામાં આવી હતી. કરણ જોહરનું નામ જોડાયેલું હોવાથી ફિલ્મને સારુ એડવાન્સ બુકિંગ મળ્યું હતું. ફિલ્મે બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 21 કરોડ 60 લાખ કમાણી કરી હતી. આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મોમાંથી આ ફિલ્મને સૌથી વધારે ઓપનિંગ મળ્યું હતું.
આ અગાઉ કરણ જોહર અને અક્ષય કુમારનું નામ જોડાયેલું હોવાથી કેસરીને પણ સારુ ઓપનિંગ મળ્યું હતું. જોકે બીજા જ અઠવાડિયે ફિલ્મ બોક્સ ઓફિસ પર ઢીલી પડી ગઈ હતી. ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન અને રેસ 3ની પણ આવી જ દશા થઈ હતી. ફિલ્મને સ્ટારકાસ્ટને કારણે સારુ ઓપનિંગ મળ્યું હતું પરંતુ સ્ટોરી નબળી હોવાને કારણે કલેક્શન રવિવાર પછી ઊંધા માથે પછડાયુ હતુ અને બંને ફિલ્મ ફ્લોપ થઈ ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે