Home> Entertainment
Advertisement
Prev
Next

BOX OFFICE પર ચાલ્યો 'છિછોરે'નો જાદૂ, જાણો પ્રથમ દિવસની કમાણી

બોક્સ ઓફિસ પર છિછોરેની પ્રથમ દિવસની કમાણીના આંકડા જોવામાં આવે તો લાગી રહ્યું છે કે લોકોને આ ફિલ્મ ખુબ પસંદ આવી છે. 

BOX OFFICE પર ચાલ્યો 'છિછોરે'નો જાદૂ, જાણો પ્રથમ દિવસની કમાણી

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'છિછોરે' 6 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ઓપનિંડ ડે પર આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરવામાં સફળતા મેળવી છે. આ ફિલ્મમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને અભિનેત્રી શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં છે. તો ફિલ્મમાં કોમેડિયન એક્ટર વરૂણ શર્મા સિવાય નવીન શેટ્ટી, સહર્ષ કુમાર, તાહિર રાજ ભસીન, તુષાર પાંડે અને પ્રતીક બબ્બર પણ મુખ્ય ભૂમિકામાં છે. 

fallbacks

પ્રથમ દિવસે આટલી કમાણી
ફિલ્મ સમીક્ષક તરણ આદર્શ અનુસાર આ ફિલ્મએ પોતાના ઓપનિંગ ડે પર કુલ 7.32 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ તો ફિલ્મ પોતાના ઓપનિંગ ડે પર વધુ સારી કમાણી કરી શકતી હતી, પરંતુ ક્યાંકને ક્યાંક ફિલ્મ 'સાહો'ની સીધી અસર છિછોરે પર જોવા મળી હતી. મહત્વનું છે કે, આ ફિલ્મને જોઈને તમને  તમારા મિત્રતાના દિવસે જરૂર યાદ આવી જશે. તો ફિલ્મના સ્ટાર કાસ્ટ પણ તમને હસાવે છે. ફિલ્મને દંગલના ડાયરેક્ટર નિતેશ તિવારીએ ડાયરેક્ટ કરી છે. 

ઉલ્લેખનીય છે કે ફિલ્મની કહાની એક એન્જિનિયરિંગના વિદ્યાર્થી પર કેન્દ્રીત છે જે ભણવામાં ઓછુ અને યુવતીઓમાં વધુ ધ્યાન આપે છે. આ ભૂમિકાને કારણે ફિલ્મનું નામ 'છિછોરે' રાખવામાં આવ્યું છે. ફિલ્મનું શૂટિંગ એન્જિનિયરિંગ કોલેજમાં કરવામાં આવ્યું છે. ફિલ્મમાં સુશાંત, શ્રદ્ધા અને પ્રતીક આ ત્રણેય વિદ્યાર્થીની ભૂમિકામાં છે, જ્યા સુશાંત લીડ રોલમાં છે. તો પ્રતીક બબ્બર તેના મિત્રની ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્માણ ફોક્સ સ્ટાર સ્ટૂડિયોઝ અને સાજિદ નાડિયાવાલા દ્વારા કરવામાં આવ્યું છે. 

વાંચો બોલીવુડના અન્ય સમાચાર
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More