Home> Entertainment
Advertisement
Prev
Next

રજનીકાંત અને અક્કીની જોડીએ તમામ ફિલ્મોને પછાડી, '2.0'એ કરી છાપરાફાડ કમાણી

શંકરની 2010ની બ્લોકબસ્ટર ફિલ્મ અંથિરનની સિક્વલ '2.0' લયકા પ્રોડક્શને બનાવી છે

રજનીકાંત અને અક્કીની જોડીએ તમામ ફિલ્મોને પછાડી, '2.0'એ કરી છાપરાફાડ કમાણી

નવી દિલ્હી : સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષયકુમારની ફિલ્મ '2.0'એ કમાણીના મામલે બોક્સઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મ પહેલા દિવસથી બોક્સઓફિસ પર છવાઈ ગઈ છે. ફિલ્મ સમીક્ષક રમેશ બાલાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે '2.0' અત્યાર સુધી કુલ 620 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી ચૂકી છે. શંકરની 2010ની બ્લોકબસ્ટર ફિલ્મ 'અંથિરન'ની સિક્વલ '2.0' લયકા પ્રોડક્શને બનાવી છે.

fallbacks

સૈફ અને અમૃતાએ 'કેદારનાથ'ની રિલીઝ પછી કરેલું કામ જાણીને દીકરી સારા પણ ઉંડા આઘાતમાં

સૈફ અને અમૃતાએ 'કેદારનાથ'ની રિલીઝ પછી કરેલું કામ જાણીને દીકરી સારા પણ ઉંડા આઘાતમાં
બોક્સઓફિસ ઈન્ડિયા અનુસાર ફિલ્મે પ્રથમ દિવસે 20 કરોડ, બીજા દિવસે 18, ત્રીજા દિવસે 24 કરોડ, ચોથા દિવસે 33 કરોડ 25 લાખ, પાંચમા દિવસે 13 કરોડ 50 લાખ, છઠ્ઠા દિવસે 11 કરોડ 50 લાખ, સાતમા દિવસે 9 કરોડ 50 લાખ અને આઠમા દિવસે 7 કરોડ 75 લાખ રૂપિયાની કમાણી કરી હતી. આ હિસાબે ફિલ્મે એક સપ્તાહમાં આશરે 137 કરોડની કમાણી કરી.

fallbacks

29 નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મના હિન્દી વર્ઝને અત્યાર સુધી કુલ 166.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. '2.0'માં રજનીકાંત ત્રણ અલગઅલગ અવતારમાં છે. ફિલ્મમાં અક્ષયકુમાર, એમી જેક્સન, આદિલ હુસૈન તેમજ સુધાંશુ પાંડે જેવા સ્ટાર છે. અક્ષયની દક્ષિણમાં આ પહેલી ફિલ્મ છે જેમાં તે વિલન છે. આ ફિલ્મમાં રજનીકાંત વૈજ્ઞાનિક અને રોબોના રોલમાં છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More