Home> Entertainment
Advertisement
Prev
Next

BOX OFFICE પર છવાઈ ઉરી, ચાર દિવસમાં કરી કરોડોની કમાણી 

સોમવારે મકર સંક્રાંતિની રજાનો લાભ પણ આ ફિલ્મને મળ્યો છે

BOX OFFICE પર છવાઈ ઉરી, ચાર દિવસમાં કરી કરોડોની કમાણી 

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલની ફિલ્મ 'ઉરી' પોતાની રિલીઝના પહેલા દિવસથી બોક્સ ઓફિસ પર છવાયેલી છે. આ ફિલ્મ માટે વિક્કી કૌશલના ચારે તરફ વખાણ થઈ રહ્યા છે અને બોક્સ ઓફિસ પર સારી એવી સફળતા મળી છે. જમ્મુ કાશ્મીરના ઉરીમાં 2016માં આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલાએ આખા દેશને હલાવી દીધો હતો. આ હુમલાનો બદલો લેવા માટે સૈનિકોએ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી જે સફળ સાબિત થઈ હતી. 

fallbacks

આ સર્જિકલ સ્ટ્રાઇકની આખી વાર્તા પડદા પર લઈને આવી છે ફિલ્મ 'ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક'. સાચી ઘટના પર આધારિત આ ફિલ્મને દર્શકોએ બહુ પસંદ કરી છે અને ફિલ્મને બોક્સઓફિસ પર તાબડતોબ કમાણી કરવામાં સફળતા મળી છે. બોક્સ ઓફિસ ઇન્ડિયાએ આપેલા આંકડા પ્રમાણે આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 8.25 કરોડ રૂ., બીજા દિવસે 12.25 કરોડ રૂ., ત્રીજા દિવસે 14.50 કરોડ રૂ. અને ચોથા દિવસે એટલે કે સોમવારે લગભગ 9.95 કરોડ રૂપિયા ભેગા કરવામાં સફળતા મેળવી છે. આમ, ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 45 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સોમવારે મકર સંક્રાંતિની રજાનો લાભ પણ આ ફિલ્મને મળ્યો છે. 

બાહુબલી પ્રભાસ સાથેના સંબંધને લઇને ભડકી દિગ્ગજ નેતાની બહેન

આદિત્ય ધરની 'ઉરી'માં વિક્કી કૌશલ સિવાય મોહિત રૈના, યામી ગૌતમ, પરેશ રાવલ, કૃતિ કુલ્હારી, સ્વરૂપ સંપત અને રજિત કપૂર મહત્વના રોલમાં છે. આ ફિલ્મમાં આર્મી ઓફિસર વિહાન શેરગિલની વાત છે જે ઉરી પરના હુમલા પછી બહુ અપસેટ છે કારણ કે આ હુમલામાં તેનો ખાસ રોલ છે. તે પોતાના સિનિયર અધિકારીઓને વિશ્વાસમાં લઈને ઓપરેશન લીડ કરે છે. ફિલ્મનો ક્લાઇમેક્સ બહુ દમદાર રીતે શૂટ કરવામાં આવ્યો છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More