નવી દિલ્હી : રજનીકાંત અને અક્ષયકુમારની '2.0' બોક્સઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મ બોલિવૂડમાં નવો ઇતિહાસ બનાવવાની તૈયારી કરી રહી છે. આ ફિલ્મે વર્લ્ડ વાઇડ 7 દિવસમાં 500 કરોડ રૂ. એટલે કે અડધો અબજ રૂપિયા કરતા વધારે કમાણી કરી લીધી છે.
આ ફિલ્મે 6 દિવસની અંદર 488 કરોડ રૂ.ની કમાણી કરી હતી પણ ગુરુવારે આ ફિલ્મે 500 કરોડ રૂ.ની કમાણીનો આંકડો પાર કરીને 'બાહુબલી'ની કુલ કમાણી પાછળ રાખી દીધી છે. આ ફિલ્મના હિંદી વર્ઝ 132 કરોડ રૂ.ની કુલ કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આપેલી માહિતી પ્રમાણે આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોટી ડબ ફિલ્મ બની ગઈ છે. રજનીકાંતની સૌથી વધારે કમાણી કરનાર હિંદી ફિલ્મનો ખિતાબ પણ '2.0'એ પોતાના નામે નોંધાવી લીધો છે.
પ્રિયંકાના લગ્નપ્રસંગની તસવીરો જાહેર, જોઈને પડી જશે જલસો એની ગેરંટી
આ પ્રસંગે ફિલ્મના હિંદી વર્ઝનના પાર્ટનર ધર્મા પ્રોડક્શનના માલિક કરણ જોહર પણ આ ફિલ્મની સફળતાનું સેલિબ્રેશન કરી રહ્યો છે. કરણે ટ્વીટ કરીને નવું પોસ્ટર પોસ્ટ કર્યું જેમાં 500 કરોડનો આંકડો આપવામાં આવ્યો છે. કરણે ટ્વીટ કરીને લખ્યું છે કે આ ફિલ્મનો હિસ્સો હોવા બદલ તે ગર્વની લાગણી અનુભવી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે