Home> Entertainment
Advertisement
Prev
Next

BOX OFFICE પર 'મિશન મંગલ'ની બમ્પર શરૂઆત, પહેલા દિવસે જ આટલા કરોડની કમાણી

15 ઓગસ્ટે બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘મિશન મંગલ’ થિયેટર્સમાં રિલીઝ થઈ

BOX OFFICE પર 'મિશન મંગલ'ની બમ્પર શરૂઆત, પહેલા દિવસે જ આટલા કરોડની કમાણી

મુંબઈ : 15 ઓગસ્ટે બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘મિશન મંગલ’ થિયેટર્સમાં રિલીઝ થઈ. 15 ઓગસ્ટની સાથે આ વખતે રક્ષાબંધનનો તહેવાર પણ હતો અને આ રજાના દિવસે ફિલ્મને સારી કમાણી કરી છે એ આંકડાઓ પરથી ખબર પડે છે. હવે આ ફિલ્મે પહેલા જ દિવસે કમાણીને રેકોર્ડ બનાવી દીધો છે. અક્ષય કુમાર સાથે ફિલ્મમાં વિદ્યા બાલન, તાપસી પન્નૂ, સોનાક્ષી સિન્હાની શાનદાર એક્ટિંગે દર્શકોનું દિલ જીતી લીધું છે.

fallbacks

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે કરેલી ટ્વીટ પ્રમાણે મિશન મંગલે પહેલા દિવસે 29.16 કરોડ રૂપિયાની કમાણી કરી. આ હિસાબથી આ ફિલ્મ અક્ષય કુમારના કરિયરની સૌથી મોટી ઓપનર સાબિત થઈ છે. પાછલા વર્ષે 15 ઓગસ્ટે અક્ષય કુમારની ગોલ્ડ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પહેલા દિવસે 25.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હવે મિશન મંગલે ગોલ્ડનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

ફિલ્મની શરૂઆત વર્ષ 2010થી થાય છે. ઈસરોના જાણીતા સાયન્ટિસ્ટ તથા મિશન ડિરેક્ટર રાકેશ ધવન (અક્ષયકુમાર) તથા પ્રોજેક્ટ ડિરેક્ટર તારા શિંદે (વિદ્યા બાલન)સાથે મળીને જીએસએલવી સી 39 નામના મિશનથી રોકેટ લોન્ચ કરવાનો પ્રયાસ કરે છે. જોકે, આ પ્રયાસ નિષ્ફળ જાય છે. જેને કારણે રાકેશની ટ્રાન્સફર ઈસરોના અશક્ય લાગતા માર્સ પ્રોજેક્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સિવાય મુસીબતમાં વધારો કરવા માટે રાકેશ તથા તારા શિંદેને માર્સ પ્રોજેક્ટ માટે બિન-અનુભવી એકા ગાંધી, નેહા સિદ્દીકી, કૃતિકા અગ્રવાલ, વર્ષા પિલ્લાઈ, પરમેશ્વર નાયડુ તથા નિવૃત્તિની નજીક પહોંચેલા અનંત અયંગરની ટીમ આપે છે. શરૂઆતમાં બજેટ 800 કરોડનું હોય છે. જોકે, પછી અચાનક જ અડધું બજેટ કરી દેવામાં આવે છે. એકા, કૃતિકા, વર્ષા તથા પરમેશ્વર અંગત જીવનમાં ફસાયેલી છે. આ તમામ મુશ્કેલીઓને પાર કરીને આખરે ટીમ મિશન મંગલને ન્યાય આપે છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More