Home> Entertainment
Advertisement
Prev
Next

ભારતના ઠગોએ છેક ચીનમાં જઈને નાક કપાવ્યું !

રિવ્યુ પ્રમાણે ઠગ્સ ઓફ હિન્દોસ્તાન ઝાકમઝોળથી ભરપૂર છે, પરંતુ ફિલ્મની સ્ટોરીમાં દમ નથી

ભારતના ઠગોએ છેક ચીનમાં જઈને નાક કપાવ્યું !

નવી દિલ્હી : ભારત પછી હવે ચીનની બોક્સઓફિસ પર પણ  બોલિવૂડ એક્ટર આમિર ખાન અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને ચમકાવતી 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ની પકડ નબળી પડી રહી છે. આ ફિલ્મે ભારતમાં ભલે ત્રણ જ દિવસમાં 100 કરોડ રૂ.ની કમાણીનો આંકડો પાર કરી લીધો હોય પણ પછી એની કમાણી સતત ઘટી રહી છે. સામાન્ય રીતે આમિર ખાનની ફિલ્મો ચીનમાં પસંદ કરવામાં આવે છે પણ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ને ત્યાં પણ ધબડકો વાળ્યો છે. 

fallbacks

સલમાન, શાહરૂખ અને ભણસાલી : રંધાઈ રહી છે જબરદસ્ત ખિચડી

આ શુક્રવારે 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'ને ચીનમાં રિલીઝ કરવામાં આવી હતી પણ એની કમાણી શરૂઆતથી જ બહુ ધીમી હતી. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ ફિલ્મે ચીનમાં પહેલા દિવસે 10.67 કરોડ રૂપિયા અને બીજા દિવસે 10.98 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આમ, ચીનમાં બે દિવસમાં આ ફિલ્મે કુલ 21.65 કરોડ રૂપિયાની કમાણી કરી છે જે અપેક્ષા કરતા બહુ ઓછી છે. 

રિવ્યુ પ્રમાણે ઠગ્સ ઓફ હિન્દોસ્તાન ઝાકમઝોળથી ભરપૂર છે, પરંતુ ફિલ્મની સ્ટોરીમાં દમ નથી. બે હિટ સ્ટાર્સની સાથે ડિરેક્ટર વિજય કૃષ્ણ આચાર્ય અધકચરી સ્ટોરી લઈને આવી ગયા છે. સ્ક્રીન પ્લે તેમણે પોતાની જરૂરિયાત પ્રમાણે ફેરવ્યો છે. 300 કરોડ રૂપિયાના માતબર બજેટ સાથે બનેલી આ ફિલ્મ રીલીઝ થતાની સાથે સોશિયલ મીડીયામાં ટ્રોલરના રોષનો ભોગ બની છે. ટ્વિટર પર ફિલ્મના મીમ્સ બની રહ્યાં છે.ફિલ્મનું બોક્સ ઓફિસ પર ઓપનિંગ કલેક્શન તો સારૂ રહ્યું છે પરંતુ રિવ્યુ પ્રમાણે ફિલ્મ આ વર્ષની સૌથી ફ્લોપ સાબિત થાય તેમ છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More