Home> Entertainment
Advertisement
Prev
Next

તુટી ગયું સ્વરા ભાસ્કરનું દિલ ! 5 વર્ષની રિલેશનશીપ પછી હિમાંશુ શર્મા સાથે બ્રેકઅપ

સ્વરા અને હિમાંશુ છેલ્લા 5 વર્ષથી રિલેશનશીપમાં હતા પણ હવે તેમના વિશે એક ખરાબ સમાચાર આવ્યા છે

તુટી ગયું સ્વરા ભાસ્કરનું દિલ ! 5 વર્ષની રિલેશનશીપ પછી હિમાંશુ શર્મા સાથે બ્રેકઅપ

નવી દિલ્હી : સ્વરા ભાસ્કર અને સ્ક્રિપ્ટ રાઇટર હિમાંશુ શર્મા વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી ડેટિંગ ચાલી રહ્યું હતું. જોકે હવે ખબર પડી છે કે તેમના સંબંધોનો અંત આવી ગયો છે. આ જોડીના બ્રેકઅપના સમાચાર ગાજી રહ્યા છે. સ્વરા ભાસ્કર નેશનલ અવોર્ડ વિનર રાઈટર હિમાંશુ શર્માને ડેટ કરતી હતી. બંને આનંદ એલ. રાયની ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’માં કામ કરતા હતા ત્યારે ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. જણાવી દઈએ કે, 2015માં આવેલી આ ફિલ્મમાં આર. માધવન અને કંગના રનૌત મુખ્ય ભૂમિકામાં હતા.

fallbacks

સંજય દત્તની દીકરી પર તુટી પડ્યો દુખનો પહાડ, કારણ છે મોટું

‘તનુ વેડ્સ મનુ’ સિવાય સ્વરા અને હિમાંશુએ બીજી બે ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ અને ‘રાંઝણા’માં પણ સાથે કામ કર્યું હતું. ‘રાંઝણા’માં સ્વરાની બેસ્ટ ફ્રેન્ડ સોનમ કપૂર અને ધનુષ હતો. આનંદ એલ. રાયની મોટાભાગની ફિલ્મો હિમાંશુ શર્માએ લખી છે. 2016માં આવેલી સ્વરા ભાસ્કરની ફિલ્મ ‘નીલ બટ્ટે સન્નાટા’નો ક્રિએટીવ પ્રોડ્યુસર પણ હિમાંશુ હતો.

fallbacks

ગયા વર્ષે ‘વીરે દી વેડિંગ’ ફિલ્મ રિલીઝ થયા બાદ હિમાંશુ અને સ્વરા યુરોપમાં વેકેશન માટે ગયા હતા. બંનેએ પેરિસમાં એફીલ ટાવરની સામે સેલ્ફી લીધી હતી. આમ તો જાહેરમાં બંને સાથે ખૂબ ઓછા જોવા મળતા હતા. લખનૌમાં સ્વરાના ભાઈના લગ્નમાં પણ હિમાંશુએ હાજરી આપી હતી. જોકે તેમના કોમન મિત્રએ માહિતી આપી છે કે બંનેએ સંમતિથી રિલેશનશીપ પર પુર્ણવિરામ મુકી દીધું છે. બંને વચ્ચે હજુ મિત્રતાભર્યા સંબંધો છે. તેમના પરિવારને પણ બ્રેકઅપ વિશે જાણ છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More