Deepika-Ranveer Become Parents: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ માતા-પિતા બની ગયા છે. દીપિકાએ દીકરીને જન્મ આપ્યો છે. અભિનેત્રીને શનિવારે, સાત સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીના દિવસે બપોરે મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલી HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની સાથે રણવીર સિંહ અને તેનો પરિવાર પણ હાજર હતો.
અગાઉ 6 સપ્ટેમ્બરે દીપિકા બાપ્પાના દર્શન કરવા સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. દીપિકાએ આ વર્ષે 28 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેણે એક પોસ્ટ શેર કરી અને લખ્યું હતું, સપ્ટેમ્બર 2024.
ઉલ્લએખનીય છેકે, હમણાં થોડા દિવસો પહેલાં જ દીપિકા પાદુકોણે પ્રેગન્નસી દરમિયાન બિકીની પહેરીને હોટ ફોટોશૂટ પણ કરાવ્યું હતું. આ ફોટો શૂટની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી. ગણેશ ચતુર્થીના રોજ પણ આ દંપતી ગણેશજીના દર્શન કરવા મુંબઈના પ્રસિદ્ધ સિધ્ધી વિનાયક મંદિર પહોંચ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે