મુંબઈ : દેશના અગ્રગણ્ય બિઝનેસમેન અને એસ્કોર્ટ ગ્રુપના ચેરમેન રાજન નંદાનું દુ:ખદ અવસાન થઈ ગયું છે. મળતી માહિતી પ્રમાણે રવિવારે ગુરુગ્રામની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રાજન નંદા બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના વેવાઈ અને દીકરી શ્વેતા નંદાના સસરા હતા. રાજન નંદાના પરિવારમાં પત્ની રિતુ નંદા, દીકરી નતાશા, દીકરો નિખિલ નંદા અને વહુ શ્વેતા બચ્ચન છે. રાજનના દીકરા નિખિલ નંદા બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનના જમાઈ છે.
આ દુ:ખદ સમાચારની જાણકારી સૌથી પહેલાં રિશી કપૂરની દીકરી અને રણબીર કપૂરની બહેન રિદ્ધિમા સાહનીએ સોશિયલ મીડિયા પર આપી હતી. રિદ્ધિમાએ લખ્યું કે, “તમે મહાન હતા અને હંમેશા રહેશો. તમારા પ્રેમ માટે ધન્યવાદ. તમને ખૂબ યાદ કરીશું અંકલ. RIP રાજન અંકલ.”
રાજન નંદાના લગ્ન રાજ કપૂરની મોટી દીકરી સાથે થયા હોવાના કારણે એ રિશી કપૂરના જીજાજી પણ થાય છે. રિદ્ધિમાની ટ્વિટ પછી અમિતાભે પણ બે ચાહકોનીો ટ્વિટની રિટ્વિટ કરી.
— Amitabh Bachchan (@SrBachchan) August 5, 2018
મળતી જાણકારી પ્રમાણે નંદાની કંપની ટ્રેક્ટર અને બીજા કૃષિ ઉપકરણ બનાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે