Girl exactly copied the voice of Dayaben: છેલ્લા કેટલાય વર્ષોથી ટીવી પર ધમાલ મચાવતા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો' માંથી લોકપ્રિય દયાબેનનું પાત્ર ગુમ છે. દર્શકો પણ દયાબેનને ખુબ જ મિસ કરે છે. ભલે તેઓ 5 વર્ષમાં શોમાં નજરે પડી રહ્યા નથી તેમ છતાં લોકોમાં તેમની દિવાનગી હજુ યથાવત છે. હવે જેવા જ દયાબેન શોમાં વાપસી કરશે એવા અહેવાલ સામે આવ્યા છે ત્યારે લોકો ખુશીના માર્યા પાગલ બની રહ્યા છે અને આ સાથે જ નાની દયાબેને સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જમાવ્યું છે, તેઓ ભલે દયાબેન જેવા ના દેખાતા હોય પરંતુ તેમનો અવાજ દયાબેન જેવો જ છે.
મહત્વનું છે કે, શોના દરેક પાત્રએ દર્શકોના હ્રદયમાં ખાસ જગ્યા બનાવી છે. પછી તે જેઠાલાલ હોય, બબીતા, માસ્ટર ભીડે, દયાબેન, ડો. હાથી, ટપ્પુ કે પછી બાપુજી હોય. દરેક પાત્રને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. આ શોનો એક પ્રોમો વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જેને જોતા એમ લાગે છે કે હવે દયાબેન શોમાં જલદી પાછા ફરવાના લાગે છે.
સોશિયલ મીડિયા પર છવાયો વિડિયો
સોશિયલ મીડિયા પર આ વિડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, એટલું જ નહીં શેર પણ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક છોકરી છે જે દયાબેનના અવાજની હૂબહૂ નકલ કરી શકે છે અને તે આ વીડિયોમાં ઝલક પણ દેખાડી રહી છે. જે સાંભળીને તમારા હોંશ પણ ઉડી જશો. સાંભળીને તમને વિશ્વાસ નહીં થાય કે એ દયાબેન નહીં પણ કોઈ અન્ય છે.
તો તમે જોયું અને સાંભળ્યુંને... જો તમને લાગતું હોય કે આ એક નકલી વિડિયો છે અને તેમાં લિપ સિંક કરવામાં આવ્યો છે, તો એવું બિલકુલ નથી, પરંતુ આ છોકરી ખરેખર દયાબેનના અવાજની નકલ કરી રહી છે. હવે સોશિયલ મીડિયામાં ચાહકો આ વીડિયો જોઈને કહી રહ્યા છે કે હવે શોના સાચા દયાબેનની કોઈ જરૂર નથી. દયાબેનની આ કાર્બન કોપી તેમની ખોટ પુરી કરવા માટે પૂરતી છે. તમને જણાવી દઈએ કે આવું અમે નહીં, પણ સોશિયલ મીડિયામાં ફેન્સ અંદરોઅંદર ચર્ચા કરી રહ્યા છે.
અહેવાલ છે કે ટૂંક સમયમાં શોમાં દયાબેનની વાપસી થવાની છે. શોના જે નવા પ્રોમો સામે આવ્યા છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે દયાબેન હવે અમદાવાદથી મુંબઈ ગોકુલધામ સોસાયટીમાં આવી રહ્યા છે. પાંચ વર્ષ પછી દયાબેનનું પાત્ર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળશે. હવે ખરેખર આવું થવાનું છે કે નહીં, તે તો આવનારો સમય દેખાડશે. પરંતુ જો આ વખતે ખરેખર દયાબેન શોમાં નહીં આવે તો દર્શકો ખૂબ જ નિરાશ થશે. જ્યારે, પ્રશ્ન એ છે કે શું દિશા વાકાણી દયાબેનના પાત્રમાં જોવા મળશે કારણ કે તાજેતરમાં જ તેઓ માતા બની છે અને આવી સ્થિતિમાં તેઓ શોમાં જોડાવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી.
એટલું જ નહીં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ દયાબેનની એક ઝલક દેખાડવામાં આવી. તે ઓરેન્જ સાડીમાં એન્ટ્રી કરતી જોવા મળી. આ પ્રોમો વીડિયો જોઈને દર્શકોની આતુરતા જાણે સાતમા આસમાને પહોંચી ગઈ છે. એક યૂઝરે તો વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું કે 'આશા રાખુ છું કે જૂની દયા પાછી ફરે.' જ્યારે બીજા ફેને લખ્યું કે 'હવે દયાને જોવા માટે વધુ રાહ જોઈ શકતો નથી.'
સિરિયલમાં દયાબેનની વાપસી અંગે એવી અટકળો ચાલી રહી હતી કે દિશા વાકાણી જ દયાબેન બનીને પાછી ફરશે. પરંતુ તે અંગે હજુ પણ કોઈ કન્ફર્મેશન આવ્યું નથી. હવે દયાબેન જો પાછા ફરવાના હોય તો પછી તેમની ભૂમિકામાં દિશા વાકાણી જ હશે કે પછી કોઈ અન્ય પાત્ર તે તો આવનારો સમય જ જણાવશે. પરંતુ હાલ તો દર્શકો આ પ્રોમો વીડિયો જોઈને ઉછળી પડ્યા છે કે હવે જરૂરી દયાબેન આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે