Home> Entertainment
Advertisement
Prev
Next

કાસ્ટિંગ કાઉચનો ભોગ બની હતી આ એક્ટ્રેસ, પ્રોડ્યુસરે લાજશરમ નેવે મુકીને કહ્યું હતું કે...

અભિનેત્રી માનવી ગગરુ (Manvi Gagaru)એ પોતાના કાસ્ટિંગ કાઉચ (casting couch)ના અનુભવનો ખુલાસો કર્યો છે. 

કાસ્ટિંગ કાઉચનો ભોગ બની હતી આ એક્ટ્રેસ, પ્રોડ્યુસરે લાજશરમ નેવે મુકીને કહ્યું હતું કે...

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ માનવી ગગરુ (Manvi Gagaru)એ પોતાના કાસ્ટિંગ કાઉચ (casting couch)ના અનુભવનો ખુલાસો કર્યો છે. આ કાંડમાં એક વેબ સિરીઝના નિર્માતા સંડોવાયેલા છે.

fallbacks

ઇન્ડિયા ગ્લિટ્સ ડોટ કોમના રિપોર્ટ પ્રમાણે આ ઘટના એક વર્ષ પહેલાની છે. વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે માનવીને વેબ સિરીઝમાં કામ કરવાની ઓફર મળી હતી. આ ઓફર માટે નિર્માતાએ ફોન કર્યો હતો. પોતાનો અનુભવ જણાવતા માનવીએ કહ્યું છે કે ''એક વર્ષ પહેલાં મને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને મારી પાસે વેબ સિરીઝમાં કામ કરવાની ઓફર મુકવામાં આવી હતી. તે વ્યક્તિએ મને બજેટ વિશે માહિતી આપી. મેં કહ્યું બજેટની વાત કરવાને બદલે પહેલાં વાર્તા જણાવો અને આમ પણ આ બજેટ તો બહુ ઓછું છે. મારી વાત સાંભળીને તે વ્યક્તિએ મારી ફી ત્રણ ગણી કરી દીધી અને કહ્યું કે હું આટલા પૈસા આપી શકું છું પણ એ માટે તારે સમાધાન કરવું પડશે.''

માનવીએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે મેં આ સમાધાન શબ્દ સાતથી આઠ વર્ષ પછી સાંભળ્યો હતો. મેં ગુસ્સામાં જવાબ આપ્યો હતો કે  તારી હિંમત કઈ રીતે થઈ અને હું હવે આ વાતની પોલીસ ફરિયાદ કરવા માટે જઈ રહી છું. મને આ બધા અનુભવ પછી બહુ ગુસ્સો આવી જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More